Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ચૂંટણી અભિયાન અગાઉ પ્રજા પાસેથી ફીડબેક લઈ રહ્યા છે વડાપ્રધાન

કેન્દ્ર, રાજય સરકાર અને વિધાયકોના કામકાજ પર લેવામાં આવી રહ્યા છે મંતવ્યો

નવી દિલ્હી તા. ૧૧ : યુપી સહિત પાંચ રાજયોના આગામી ચૂંટણી પહેલા દરેક પક્ષે કમર કસવાણી શરૂ કરી દીધી છે. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએચૂંટણી અભિયાનમાં ગયા પહેલા ખુદ પ્રજાએજ ફીડબેક લેવાનું શરૂ કરી દીધું છે. જો કે દરેક રાજય જ નહીં ત્યાંના લોકપ્રિય નેતાઓ, ત્યાંનીસમસ્યા, સ્થાનિક વિધાયક, કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે સંતોષ તેમજ અસંતોષસુધી દરેક મુદ્દે જમીનીઅને બેબાક જાણકારી મળી શકે. સ્વભાવિક છે કે આ ફીડબેક ચૂંટણી અભિયાન મુદ્દાથી માંડીને ઉમેદવારને ભાવીમુખ્યમંત્રી અંગે નક્કી કરવામાં મદદ મળશે.

પ્રજા સાથે સીધો સંપર્કનાઅલગ અલગ માધ્યમોથી મંદીને હંમેશા સક્રિય રહે વડાપ્રધાન મોદીના મનો એપ પર એક નવો ફીચર જોડવામાં આવશે. તેના દ્વારા ઉત્ત્।રપ્રદેશ, ઉત્ત્।રાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા વિશે લોકોના મંતવ્યજાણી શકાય છે.કોઈ પણ વ્યકિત રાજય અને વિધાનસભા ક્ષેત્ર પસંદગી કર્યા બાદ આગળ વધી શકે છે. તેમાં કોરોનાથી નિપટવા માટે પ્રબંધનથીમાંડીને શિક્ષા, રોજગાર, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કિશાન કલ્યાણ જેવા મુદ્દા સામેલ છે.

પ્રજા માટે એ વિકલ્પ છે કે તેઓ આ મુદ્દા પર કેન્દ્ર સરકાર, રાજયસરકાર, અથવા સ્થાનીકપ્રશાસન વિશે મંતવ્ય આપી શકે છે. મહત્વની વાત એ છે કે તે સર્વે બતાવામાં આવશે કઈ વાત પર નારાજગી છે તો કઈ સ્તર પર. સર્વે એટલું જ નથી રોકાય રહ્યુંપરંતુ એ પણ પૂછે છે કે શું વિપક્ષી એકતાની તેની વિધાનસભા ક્ષેત્ર પર કોઈ ફર્ક પડશે? શું તેઓમાને છે કે કેન્દ્ર અને રાજયમાં એક પાર્ટીની સરકાર રહેવાથી વિકાસમાં સહાયતા મળશે? બીજેપીમાં પ્રજાની નારાજગી દૂર કરવા માટે મોટી સંખ્યામાં આવા વિધાયકોની ટિકિટ કાપવાની પરંપરા રહી છે.

સ્વભાવિક છે કે પક્ષના સ્તર પર પણ સર્વે થાય છે. પરંતુ વડાપ્રધાન ખુદ પણ દરેક વિધાયકનો રિપોર્ટકાર્ડબનાવી રહ્યા છે. સર્વેમાં વિધાયકોના કામકાજ, પ્રજા પહોંચ તેની લોકપ્રિયતા વિષે સવાલ છે. ચૂંટણી આવતાની સાથે જ ફરી તેજ થવા લાગી છે અને વિવિધ દળો તરફથી જતી આધારિત વસ્તી ગણતરીની માંગ થવા લાગી છે.

(12:51 pm IST)