Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

૨૩ ઓગસ્ટથી સોની ટીવી પર આવશે KBC-13

કેબીસી વીકમાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર રાત્રે ૯ કલાકે પ્રસારિત થશે

નવી દિલ્હી, તા.૧૧: ટીવી કિવઝ શો 'કોન બનેગા કરોડપતિ' ની અનેક લોકો રાહ જોતા હોય છે. તેમાં દરેક વ્યકિત પોતાનું ભાગ્ય અજમાવે છે. તેની પાછળ કારણ મોટી રકમ જીતવાનું તો છે સાથે લોકો અમિતાભ બચ્ચનને નજીકથી મળવા ઈચ્છે છે. હવે દર્શકોનો ઇંતજાર પૂરો થયો. કોન બનેગા કરોડપતિ 13’  (KBC) નું ટેલીકાસ્ટ ૨૩ ઓગસ્ટથી સોની ટીવી પર શરૂ થઈ જશે. કેબીસી વીકમાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર રાત્રે ૯ કલાકે પ્રસારિત થશે. આ વાતની જાણકારી સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોમો શેર કરતા કરી છે.

કરોડપતિનો નવો પ્રોમો અલગ અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યો છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. પ્રોમોનો જે પાર્ટ શેર કરવામાં આવ્યો છે તે તેનો ત્રીજો પાર્ટ છે. તેને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે પાર્ટ એક અને બે પર જબરદસ્ત પ્રતિક્રિયા માટે ધન્યવાદ. હવે અમે તમારા માટે ત્રીજો પાર્ટ  ની ફાઇન સિરીઝ શેર કરી રહ્યાં છીએ. ૨૩ ઓગસ્ટ, રાત્રે ૯ કલાકે માત્ર સોની પર.

ઉલ્લેખનીય છે કે કેબીસી-૧૩ના પ્રોમોને એક ફિલ્મ ફોર્મેટની જેમ બનાવવામાં આવ્યો છે. લોન્ગ ફોર્મેટ ફિલ્મની સંકલ્પના ફિલ્મકાર નિતેશ તિવારીએ કરી છે. પ્રથમવાર તેને ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યો છે. નિતેશ તિવારીએ તેને લખ્યો અને તેનું નિર્દેશન કર્યુ છે. આ ફિલ્મનું શીર્ષક છે સન્માન. સામે આવેલા નવા પ્રોમોમાં તમે જોઈ શકો છો કે એક ગ્રામીણ કેબીસીની ચેર પર બેસી કઈ રીતે શોને જીતે છે અને પોતાના સન્માન માટે ફાઇટ કરે છે. કેબીસીનો નવો પ્રોમો ઇમોશનલ કરનારો છે.

રિપોર્ટ પ્રમાણે કેબીસીના પ્રમોશન માટે વિશેષ કરીને બનાવવામાં આવેલી 'સન્માન' શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એકટર ઓમકાર દાસ માનિકપુરી મુખ્ય ભૂમિકામાં છે. શોના મેકર્સે કેબીસીને દરેક સામાન્ય વ્યકિતની જિંદગીની નજીક લાવવા માટે આ પ્રોમો તૈયાર કર્યો છે. આ ફિલ્મની ખાસિયત છે કે તેમાં લોકલ ટેલેન્ટેડ લોકોને એકિટંગની તક આપવામાં આવી છે.

(12:49 pm IST)