Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કપડા પહેર્યા વિના સૂવાથી તણાવ ઓછો થાય છેઃ ઊંઘવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે

કપડા પહેર્યા વિના સૂઈ જવાથી કેવા ફાયદા થાય છે? એક રિસર્ચ રિપોર્ટ

નવી દિલ્હી, તા.૧૧: કપડા પહેર્યા વિના સૂઈ જવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે ઊંઘવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને દ્યણાં પ્રકારના લાભ થઈ શકે છે. કેટલાંક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે કપડા પહેર્યા વિના સૂવાથી લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે અને એક સ્વસ્થ જીવનશૈલી કેળવાય છે.

એક રિસર્ચ રિપોર્ટ મુજબ, કપડા પહેર્યા વિના સૂવાથી તણાવ ઓછો થાય છે. આ રીતે સૂવાથી ઊંઘવાની ગુણવત્ત્।ામાં સુધારો થઈ શકે છે. પૂરતી ઊંઘ લેવાથી સ્વસ્થ રહી શકો છો અને શરીરની ત્વચા પણ નીખરે છે. કારણકે, કપડા પહેર્યા વિના સૂઈ જવાથી ઊંદ્ય સરસ આવે છે.

એકસપર્ટ્સના જણાવ્યા મુજબ, જો ઊંઘ સારી રીતે પૂરી ના થાય તો તણાવથી વજન વધી શકે છે. ત્યારે કપડા પહેર્યા વિના સૂતા લોકો તણાવમુકત રહીને પૂરતી ઊંઘ લઈ શકે છે તેમજ વજન પણ વધતું નથી. આ રીતે સૂવાથી પુરુષોની પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે તેમજ સ્વસ્થ શુક્રાણુઓની સંખ્યામાં વૃદ્ઘિ થતી હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

રિપોર્ટમાં એવું પણ જાણવા મળે છે કે કપડા પહેર્યા વિના સૂવાથી શરીર સાથેનો સંબંધ સારો રહે છે અને શરીરને સારી રીતે જાણવાની તક પણ મળે છે. આ રીતે ઊંદ્યવાથી માનસિક અવરોધમાંથી છુટકારો મળે છે.

(11:31 am IST)