Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

અમથા વારંવાર નથી ચૂંટાતા

મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના પૂરગ્રસ્તો વિસ્તારોની મુલાકાતે : પાણીની વચ્ચે રહીને લોકોને મળ્યા

પશ્ચિમ બંગાળમાં પૂરનું સંકટ ઉભું થયું છે અનેક જિલ્લાઓ પાણી પાણી થઇ ગયા છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા છે. ગઇકાલે તેઓએ પશ્ચિમ મંદીનીપુરમાં પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તે સમયની તસ્વીર. મમતા બેનર્જી હરહંમેશ પ્રજાની વચ્ચે રહે છે અને તેથી જ તેઓ રાજ્યમાં ભારે લોકપ્રિય છે. તેઓ ગોઠણ સુધીના પાણીમાં લોકો સુધી પહોંચ્યા હતા અને તેઓના દુઃખ-દર્દ દુર કરવા પ્રયાસ કર્યો હતો.

(11:30 am IST)