Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

વિપક્ષના આવા વલણને અસંસદીય ગણાવતા મંત્રી

ગૃહમાં ટેબલ પર ચડી ગયા વિપક્ષી સાંસદો : રૂલબુક ફેંકી અને નારેબાજી કરતા દ્રશ્યો

નવી દિલ્હી તા. ૧૧ : ત્રણ કૃષિ કાયદા વિરોધ અંગે ગઈકાલે વિપક્ષી સાંસદોએ સંસદમાં ભારે શોરબકોર અને ભારે હોબાળો મચાવ્યો. રાજયસભામાં વિપક્ષના અનેક સભ્યો ગૃહની અંદર ટેબલ પર ચડી ગયા ,રુલ બુક ફેંકી અને ભારે નારેબાજી કરી. તેની સાથે જ ગૃહની ગરિમાનેનુકશાન પહોંચાડવામાં આવ્યું. મંત્રીએ તેને અસંસદીય ગણાવ્યા. કહ્યું આવી ઘટનાઓ ગૃહની મર્યાદા વિરુદ્ઘ છે. વિપક્ષના આવા વલણથી જ મોનસુનસત્રની કાર્યવાહી સુચારૂ રૂપથીચલાવમાંઅડચણ આવી રહી છે. રાજયસભાની બેઠક હોબાળા બાદ સ્થગિત કરવામાં આવી. હોબાળાના કારણે રાજયસભામાં શૂન્યકાળ થઇ શકયો નથી. પ્રશ્નકાળ અંત્યત સંક્ષિપ્ત રહ્યુ અને દેશમાં કૃષિ સંબંધિત સમસ્યાઓ અને તેમના સમાધાન પર અલ્પકાલિકચર્ચામાં ફકત બે જ સમયે તેમની વાત રાખી શકયા.

તેમણે કહ્યું કે કૃષિ સમસ્યાઓ અને તેમના ઉકેલોના મુદ્દે આજે ગૃહમાં ટૂંકા ગાળાની ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોનો મુદ્દો મોટો, મહત્વનો છે અને તેની ચર્ચા થવી જોઈએ. દરમિયાન, વિપક્ષી સભ્યોએ પેગાસસ મુદ્દે ચર્ચાની માંગણી સાથે હંગામો શરૂ કર્યો. અધ્યક્ષે સભ્યોને અપીલ કરી કે ગૃહની કાર્યવાહી ચાલુ રહે અને તકલીફ ન પડે. ગૃહમાં ઓર્ડરનો અભાવ જોઈને તેમણે સભા શરૂ થયાની દસ મિનિટની અંદર બપોરે ૧૨ વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ આ ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને કહ્યું કે, આ ગૃહમાં અવરોધરૂપ નથી, પરંતુ તે સંસદની ગરિમાનો નાશ કરી રહ્યું છે.

ગૃહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યે શરૂ થઈ ત્યારે ઉપાધ્યક્ષ હરિવંશએ પ્રશ્નકાળ શરૂ કર્યો. આ દરમિયાન વિપક્ષી સભ્યોનો હંગામો પણ ફરી શરૂ થયો. હંગામો વચ્ચે, કેટલાક સભ્યોએ જળવિદ્યુત પ્રોજેકટ, કેન્સર, જાહેર ક્ષેત્રના સાહસો અને નવીનીકરણીય ઉર્જાને લગતા પૂરક પ્રશ્નો પૂછ્યા અને સંબંધિત મંત્રીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યા.

ચર્ચામાં પહેલા ભાજપના વિજયપાલ સિંહ તોમર અને પછી બીજેડીના પ્રસન્ના આચાર્ય બોલ્યા. દરમિયાન, ખુરશી સમક્ષ આવેલા વિપક્ષી સભ્યોનો હંગામો તીવ્ર બન્યો, જેના કારણે અધ્યક્ષ સ્પીકર ભુવનેશ્વર કલિતા દ્વારા ૨.૧૭ વાગ્યે ગૃહની બેઠક પંદર મિનિટ માટે સ્થગિત કરવામાં આવી. પંદર મિનિટ પછી તેમણે હંગામાને કારણે સભાને બીજા અડધા કલાક માટે મુલતવી રાખી.અડધા કલાક પછી, જયારે બપોરે ૩ વાગ્યાની આસપાસ બેઠક ફરી શરૂ થઈ, ત્યારે અધ્યક્ષ સ્પીકર ભુવનેશ્વર કલિતાએ જાહેરાત કરી કે ડેપ્યુટી સ્પીકરે વિવિધ પક્ષોના નેતાઓને તેમની ચેમ્બરમાં ચર્ચા માટે આમંત્રિત કર્યા છે. ત્યારબાદ તેમણે એક કલાક માટે બેઠક સ્થગિત કરી હતી. આ પછી, જયારે ઉચ્ચ ગૃહ ૪ વાગ્યે ફરીથી મળ્યું, હંગામો વચ્ચે, કલિતાએ ૧૧ ઓગસ્ટ બુધવાર સુધી બેઠક સ્થગિત કરી.

(11:27 am IST)