Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

યુવક મૃતદેહ સામે લગાવી રહ્યો હતો ઠુમકા : પાછળ તાલ આપી રહી યુવતીઓ, 'અર્થી ડાન્સ' થયો વાયરલ!

વાયરલ થયેલા બે વીડિયોમાંના એકમાં એક આધેડ વયનો માણસ ઓર્કેસ્ટ્રા ડાન્સરની સામે રસ્તામાં ડાન્સ કરતો જોવા મળે છે : જયારે મૃતદેહ જમીન પર રાખવામાં આવ્યો છે

ગોપાલગંજ,તા.૧૧: સોશિયલ મીડિયા માં એક અર્થી ડાન્સ વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે આ વીડિયો કાટેયા પોલીસ સ્ટેશન વિસ્તારના કાત્યા બજારનો છે. આમાં, એક વ્યકિતના મૃત્યુ પછી, તેની સ્મશાનયાત્રામાં ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓર્કેસ્ટ્રા દરમિયાન, એક વ્યકિત અંતિમયાત્રામાં ડાન્સ કરી રહ્યો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. જો કે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે મૃતક વ્યકિતનું નામ શું છે અને ડાંસ કરનારા લોકોને તેની સાથે શું સંબંધ છે?

વાયરલ થયેલા બે વીડિયોમાંના એકમાં એક આધેડ વયનો માણસ ઓર્કેસ્ટ્રા ડાન્સરની સામે રસ્તામાં ડાન્સ કરતો જોવા મળે છે. જયારે મૃતદેહ જમીન પર રાખવામાં આવ્યો છે. બીજો વીડિયો સ્મશાનયાત્રાનો છે જેમાં એક જ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. મૃતદેહની સામે ઓર્કેસ્ટ્રા વાહન પણ ચાલી રહ્યું છે. એક નૃત્યાંગના ભોજપુરી ગીત પર નૃત્ય કરી રહી છે અને એક આધેડ વ્યકિત તેની સામે નૃત્ય કરી રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના ચહેરા પર ન તો કોઈ નિરાશા છે અને ન તો ઉદાસી. આ વીડિયોને સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા પર દ્યણો શેર કરવામાં આવી રહ્યો, દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો કાટેયા બજારનો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્મશાનયાત્રામાં જે ઓરકેસ્ટ્રા સાથે માઈક અને સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવ્યું છે, એ સાઉન્ડ બોકસ પર કાત્યા બજારનું સરનામું અને મોબાઇલ નંબર પણ છે. જો કે, મોબાઇલ નંબર પર ફોન કરવા પર, મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો છે.

(10:28 am IST)