Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

૨૧૨ લોકસભા ક્ષેત્ર, ૧૯૫૬૭ કિમીની યાત્રા

૧૬ ઓગસ્ટથી જન આશીર્વાદ લેવા નિકળશે નવા મંત્રી

રાજયમંત્રી ૧૬-૧૮ ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જયારે કેબિનેટ મંત્રી ૧૯-૨૧ ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે

નવી દિલ્હી,તા.૧૧: કેન્દ્રીય મંત્રી પરિષદમાં હાલમાં સામેલ થયેલા અને પદ ગ્રહણ કરી ચુકેલા ભાજપના ૩૯ મંત્રી ૧૬ ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરશે. આ દરમિયાન મંત્રી ૨૧૨ લોકસભા ક્ષેત્રોમાં જશે અને ૧૯,૫૬૭ કિલોમીટરથી વધુની યાત્રા કરશે. બધા મંત્રી ત્રણ દિવસ અલગ-અલગ યાત્રા કરશે. રાજયમંત્રી ૧૬-૧૮ ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જયારે કેબિનેટ મંત્રી ૧૯-૨૧ ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે.

પાછલા મહિને મંત્રીપરિષદનો વિસ્તાર કર્યા બાદ પાર્ટીએ નવા મંત્રીઓને લોકો સુધી પહોંચાડવા માટે આ યાત્રાની જાહેરાત કરી હતી. આ કવાયતનો સમન્વય કરી રહેલા ભાજપના મહાસચિવ તરૂણ ચુગે સંવાદદાતાઓને કહ્યુ કે રાજય મંત્રી ૧૬-૧૮ ઓગસ્ટ દરમિયાન યાત્રા પર હશે, જયારે કેબિનેટ મંત્રી ૧૯-૨૧ ઓગસ્ટ દરમિયાન યાત્રા કરશે. પાર્ટીએ દરેક નવા મંત્રીને પોતાના ક્ષેત્ર સિવાય ત્રણ લોકસભા ક્ષેત્ર અને રાજયના ચાર જિલ્લાની યાત્રા કરવા માટે કહ્યું છે.

ચુગે કહ્યુ કે, આ યાત્રા ૧૯ રાજયો અને ૨૬૫ જિલ્લામાંથી પસાર થશે. તેમણે કહ્યું કે મંત્રી લોકોને મળી સરકારની સિદ્ઘિઓ અને ખાસ કરીને ગરીબો માટે કરેલા કામની માહિતી આપશે. ભાજપ મહાસચિવે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ મંત્રીપરિષદના વિસ્તાર દરમિયાન સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપ્યું છે.

ભારતીય જનતા પાર્ટી ૧૭ ઓગસ્ટથી આશીર્વાદ યાત્રાની સાથે ઉત્ત્।રાખંડમાં પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. નૈનીતાલથી રાજય મંત્રી અજય ભટ્ટ રાજકીય અભિયાનની શરૂઆત હરિદ્વારના નરસૈન સરહદથી કરશે. આ યાત્રા મંગલૌર, રૂડકી, ભગવાનપુર, મોહંદ, દથ કાલી મંદિરથી થતા દહેરાદૂન ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચશે. ૧૮ ઓગસ્ટના યાત્રા ઋષિકેશ અને હરિદ્વાર તરફ પ્રસ્થાન કરશે, જયાંથી તે ઉધમસિંહ નગર, નૈનીતાલ તરફ જશે અને આગામી દિવસે અલ્મોડામાં સમાપ્ત થશે.

(10:27 am IST)