Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

તેલંગાણામાં અજાણ્યા શખ્સોએ ભાજપનાં નેતાને કારમાં જીવતા સળગાવી દીધા

હૈદ્રાબાદ,તા. ૧૧ : તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીનાં નેતાનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા શખ્સોએ ભાજપનાં નેતાને જીવતા સળગાવી દીધા હતા જે બાદ તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના મેડક જિલ્લાની છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. મેડક એસપી ચંદના દીપ્તિનું કહેવું છે કે ભાજપનાં નેતાને તેમની કારની અંદર કેટલાક લોકોએ આગ ચાંપી દીધી હતી. અમને તેમની બળી ગયેલી લાશ તેમની બળી ગયેલી કારની અંદરથી મળી છે. અમે આ મામલે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.

(10:24 am IST)