Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

શ્રાવણ સત્સંગ

ભોલાનાથ, સુખ-શાંતિ ઐશ્વર્યના ભંડારી

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય...એ મહાદેવજીનો પરમ મંત્ર છે. ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય... આ મંત્રનો જાપ કરવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે, આશિષ આપે છે.

જે કલ્યાણ કરે છે અને જેમનાથી કલ્યાણ થાય છે તે ભોળાનાથ, મહાદેવજી છે. ભોળાનાથ સુખ-શાંતિ અને ઐશ્વર્ય માંગલ્યના ભંડાર છે.

નૃત્યકલા અને સંગીતમાં આચાર્ય નટરાજ એ મહાદેવજીનું પ્રતિક મનાય છે.

સદાશિવ અંગે ભસ્મ લગાવે છે. એનો અર્થ એ છે કે, આ શરીર એક દિવસ ભસ્મ થવાનું છે, તો આ મોંઘા દેહને શિવ તરફ પ્રયાણ કરાવીએ, શિવરાત્રીએ ભોળાનાથ સદાશિવનો આ સંદેશ છે.

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો ક્ષમા કરી દર્શન શિવજી આપો.

તમે ભકતોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા, પ્રભુ મારા કષ્ટ કાપો.

બીલીપત્રનો અનાયાસે  ે અભિષેક કરવાથી દેવાધિદેવ મહાદેવજી કૃપાથી ભીલનું હૃદય ચિત્ત શુદ્ધ થયું અને તેનામા પવિત્રતા આવી.

આત્મિક સત્યના આચરણથી જીવનની શુદ્ધ આત્મિક શકિતને ખીલવવા પૂર્ણરૂપે જીવનની આધ્યાત્મિક શકિતને ખીલવવા પૂર્ણરૂપે જીવનની આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા માનવીને પોતાનુ પરિવર્તન કરી પૂર્ણતા પ્રાપ્ત કરવા ધર્મનું આચરણ છે.

આવા સત્ય સ્વરૂપ આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા માનવી પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરવા ધર્મનું આચરણ છે.

આવા સત્ય સ્વરૂપ આધ્યાત્મિક જીવનનો એક નિયમ છે કે પરમાત્મા શિવજીને સમર્પિત થઈને જે કાંઈ કર્મ કરીએ તે અહંકારથી મુકત થઈને કરવા કર્મ અને કર્મફળ બન્ને દેવાધિદેવ મહાદેવજીને સમર્પિત કરવા એ જ સત્ય આધારિત કર્મ અને ધર્મ છે.

માનવીને કર્મ કરવા માટે પરમાત્મા પાસે કશું માંગવાનુ નથી. પરમાત્માની ઈચ્છા કેમ સ્વીકારવી તેને આપણા જીવનમાં કેમ ઉતારવી ? સહજતા, સમતા અને સરળતામાં જ સ્થિર થવાનુ છે.

આવી શુદ્ધ આત્મિક સત્ય સ્વરૂપ ભકિતમાં જ પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા કેમ સ્વીકારવી, તેને આપણા જીવનમાં કેમ ઉતારવી ? સહજતા અને સરળતામાં જ સ્થિર થવાનુ છે.

આવી શુદ્ધ આધ્યાત્મ સત્ય સ્વરૂપ ભકિતમાં જ પરમ કૃપાળુ પરમાત્માને જાણવાની ઉંડી અભિલાષા રહે છે.

જે વ્યકિત સર્વ કામનાઓનો ત્યાગ કરી ઈચ્છા, અહંકાર રહીત થઈ જાય તે શાંતિ પામે છે, મનની શાંતિ પ્રાપ્ત કરનારને ચિંતા કે આવેશ કદી પીડા દેતા નથી.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:19 am IST)