Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પંજાબની કોંગ્રેસ સરકારનું સ્તુત્ય પગલું: દરેક સરકારે અનુસરવા જેવું: ઓલમ્પિકમાં ભાગ લેનાર તમામને લાખો રૂપિયા આપ્યા

પંજાબની કેપ્ટન અમરીન્દર સિંઘની કોંગ્રેસ સરકાર ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી મહિલા હોકી ટીમના બે સભ્યોને ૫૦ લાખ રૂપિયા અને ફાઇનલમાં છઠ્ઠા ક્રમે આવનાર ડિસ્ક થ્રોઅર કમલપ્રીત કૌરને અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા અન્ય રાજ્યોના ખેલાડીઓને ૧૦ લાખ રૂપિયા આપશે તેમ રાષ્ટ્રીય સ્તરની ન્યુઝ ચેનલ પ્રસિદ્ધ કર્યું છે. આજ રીતે રાજ્ય સરકારો જો ખેલાડીઓનો હોંશલો વધારતી રહેશે તો ઓલમ્પિકમાં કે વિશ્વ સ્પર્ધાઓમાં ભારતીય રમતવીરો વધુને વધુ ચંદ્રકો જીતી લાવે તેવા દિવસો દૂર નથી.

(12:00 am IST)