-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 11th August 2021
પાકિસ્તાનમાં 8 વર્ષના હિન્દૂ બાળક ઉપર ઇશનિંદાનો આરોપ : મસ્જિદમાં જઈને પાણી પીધું અને બહારના ભાગમાં રાખવામાં આવેલી કાર્પેટ ઉપર લઘુશંકા કરી એટલે ઇશનિંદા : મોતની સજા થઇ શકે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપરના અત્યાચારો દિન પ્રતિદિન વધતા જાય છે. સગીર હિન્દૂ બાલિકાઓના અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર અને શાદીના બનાવો વધી રહ્યા છે.તે સંજોગોમાં પાકિસ્તાનમાં 8 વર્ષના હિન્દૂ બાળક ઉપર ઇશનિંદાનો આરોપ લગાવી તેની ધરપકડ કરવામાં આવી છે. આટલી નાની ઉંમરનો ઇશનિંદાનો આરોપી ગણાતો આ સૌપ્રથમ વ્યક્તિ છે.
બાળક ઉપરનો આરોપ એ હતો કે તેણે મસ્જિદમાં જઈ પાણી પીધું અને મદ્રેસાની બહારના ભાગમાં રાખવામાં આવેલી કાર્પેટ ઉપર લઘુશંકા કરી હતી. આ કારણને ઇશનિંદા ગણી તેની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપ બદલ મોતની સજા થઇ શકે છે.
(10:29 am IST)