Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે યુ યુ લલિતની ભલામણને કેન્દ્ર સરકારની બહાલી : વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી.રમના 26 ઓગસ્ટે નિવૃત થયા બાદ 27 ઓગસ્ટથી જસ્ટિસ લલિત સુપ્રીમ કોર્ટનું સુકાન સંભાળશે : તેમનો ચીફ જસ્ટિસ તરીકેનો સમયગાળો 8 નવેમ્બર 2022 સુધીનો રહેશે

ન્યુદિલ્હી : ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે યુ યુ લલિતની ભલામણને કેન્દ્ર સરકારે બહાલી આપી છે. વર્તમાન CJI NV રમના 26 ઓગસ્ટે નિવૃત થયા બાદ જસ્ટિસ લલિત 27 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટનું સુકાન સંભાળશે. તેમનો CJI તરીકેનો સમયગાળો આ વર્ષે 8 નવેમ્બર 2022 સુધીનો રહેશે.

પ્રણાલી મુજબ, આ અઠવાડિયાની શરૂઆતમાં, વર્તમાન CJI રમનાએ આગામી CJI તરીકે કાર્યભાર સંભાળવા માટે જસ્ટિસ લલિતના નામની ભલામણ કરી હતી.

તેમની નિમણૂકની પુષ્ટિ કરતા, કેન્દ્રએ આજે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ 124 ના કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિ શ્રી ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે 27 ઓગસ્ટ 2022 થી નિમણૂક કરવા માટે રાજી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:46 pm IST)