Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ઇન્ડોનેશિયામાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ ; લોકોમાં ડરનો માહોલ

કેન્દ્ર બિંદુ કેપુલુઆન તનિમ્બર જિલ્લાના 189 કિમી ઉત્તર પશ્ચિમમાં 176 કિમીની ઊંડાઈએ સ્થિત :ભૂકંપથી સુનામીની કોઈ શક્યતા નથી

ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત મલુકુમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગે  અને જીઓફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું કેન્દ્ર કેપુલુઆન તનિમ્બર  જિલ્લાના 189 કિમી ઉત્તર પશ્ચિમમાં 176 કિમીની ઊંડાઈએ સ્થિત હતું. તેમણે કહ્યું કે ભૂકંપથી સુનામીની કોઈ શક્યતા નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે  ભૂકંપથી કેટલું નુકશઆન થયું છે તેની હાલ કોઇ જાણકારી મળી નથી,હાલ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને પ્રશાસને  સાવચેત રહેવાના નિર્દેશ આપ્યા છે.

(12:21 am IST)