Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઓક્સિજનની અછતથી માત્ર પંજાબમાં થયું મોત ? કેન્દ્રએ કહ્યું- અન્ય કોઈ રાજ્યથી નથી મળ્યો રિપોર્ટ

પંજાબ સિવાય દેશના 12 રાજ્યોમાં એકપણ મોત ઓક્સિજનની અછતથી નહીં: આરોગ્ય મંત્રાલયે આપ્યો જવાબ

નવી દિલ્હી :  પંજાબ સિવાય દેશના 12 રાજ્યોમાં એકપણ મોત ઓક્સિજનની અછતથી થયા નથી કેન્દ્રએ  રાજ્યોને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે માત્ર પંજાબમાં 1 વ્યક્તિનું સંદિગ્ધ મોત માનવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 13 રાજ્યોનો જવાબ આરોગ્ય મંત્રાલયને પ્રાપ્ત થયો છે. જેમાં 12 રાજ્યોએ ઓક્સિજનની અછતથી એકપણ મોત નહીં થયું હોવાની વાત કરી છે

આરોગ્ય સચિવ લવ અગ્રવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રાજ્યોને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ઓક્સિજનની અછતને કારણે કોઈ મોત થયાં છે ? ઓડિશા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, અસમ,લદ્દાખ, જમ્મુ અને કશ્મીર, સિક્કિમ, ત્રિપુરા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશે પોતાના જવાબમાં કહ્યું કે, તેમને ત્યાં કોઈ મોતનો રિપોર્ટ નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, પંજાબમાં આવા 4 સંદિગ્ધ મોતની વાત રિપોર્ટમાં આલેખી છે.

લવ અગ્રવાલે જણાવ્યું કે, સંસદમાં આરોગ્ય મંત્રાલયના નિવેદન પર થયેલા હંગામા બાદ રાજ્યોને આ ડેટા ઉપલબ્ધ કરાવવાના આદેશ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા હતા. મોનસૂન સત્ર દરમિયાન રાજ્યોમાં ઓક્સિજનથી થયેલા મોતના આંકડા સંસદમાં રાખવાની તૈયારી કરી રહ્યા છે. .

(11:50 pm IST)