Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

IPL: આગામી સિઝનમાં 2 નવી ટીમ સામેલ કરવાની તૈયારી શરુ : ત્રણ ખેલાડીને રિટેન કરવાની મળશે છુટ

BCCIએ બે નવી ટીમોના ટેન્ડર માટેની કાનુની પ્રક્રિયા શરુ કરી દીધી

મુંબઈ :  BCCI દ્વારા IPL 2021ની બાકી રહેલી મેચોને UAEમાં પુર્ણ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આગામી 19 સપ્ટેમ્બરથી યુએઈમાં મેચ રમાનારી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) IPL 2020ને લઈને યોજના બનાવી રહ્યું છે. આગળની સિઝનથી IPLમાં 10 ટીમ રહેનારી છે. એવામાં BCCI તરફથી IPL ફ્રેન્ચાઈઝીઓના અધિકારીઓની હાલમાં જ દિલ્હીમાં એક મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં આગળની સિઝનની રુપરેખાને લઈને વાત થઈ હતી. મીડિયા રીપોર્ટનુસાર BCCIએ બે નવી ટીમોના ટેન્ડર માટેની કાનુની પ્રક્રિયા શરુ કરી દીધી છે. માનવામાં આવે છે કે આ કાર્ય પૂર્ણ થવાને આરે છે.

આ દરમ્યાન સૌથી વધારે ચર્ચા વર્તમાન ટીમોના ખેલાડીઓને રિટેશનના અંગે થઈ રહી છે. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે પહેલાથી જ હાજર ખેલાડીઓને રિટેન કરી દેવામાં આવશે. નવી ટીમો સાથે અન્યાય હશે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ રીટેન્શનના પક્ષમાં છે. હાલમાં રીટેન્શનની સંખ્યા નક્કી નથી, પરંતુ સંભાવના છે કે આઠ ટીમો 3-3 ખેલાડીઓને રીટેન કરી શકશે.

સામાન્ય રીતે બીસીસીઆઈ ચારથી પાંચ ખેલાડીઓને રીટેન કરવાની સાથે રાઈટ ટુ મેચ કાર્ડનું ઓપ્શન ટીમોને આપે છે. રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા ટીમો પોતાના ખેલાડીઓ પર લાગેલી બોલી ના સમાન પૈસા આપીને પોતાની પાસે રાખી લે છે.

(10:51 pm IST)