Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અફઘાન અને પાક.માં ભારત આતંકને ઉત્તેજન આપે છે : પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રશીદ

પાકિસ્તાનના ગૃહમંત્રીએ ફરી ભારત સામે ઝેર ઓક્યું : અફઘાન રાજદૂતની પુત્રીના અપહરણ પાછળ ભારતની જાસૂસી સંસ્થા રોનો હાથ, પાક.ને બદનામ કરવા કાવતરું

લાહોર, તા.૧૦ : પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રશીદે ફરી એક વખત ભારત સામે ઝેર ઓક્યુ છે. તેમણે દાવો કર્યો છે કે, કાશ્મીર અને ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે પાકિસ્તાન એક સાથે છે અને તેના રસ્તામાં આવનારા કોઈ વિઘ્નને સાંખી લેવામાં નહીં આવે. શેખ રશીદે કહ્યુ હતુ કે, તાજેતરમાં ચીની નાગરિકો પર થયેલા હુમલાની તપાસ પૂરી કરી દેવામાં આવી છે અને બહુ જલ્દી તે અંગે ખુલાસો કરશે.ઉપરાંત અફઘાન રાજદૂતની પુત્રીના અપહરણ પાછળ ભારતની જાસૂસી સંસ્થા રોનો હાથ હતો.

પાકિસ્તાનને બદનામ કરવા માટે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવ્યુ છે. જેનુ નેતૃત્વ ભારતની જાસૂસી સંસ્થા રો કરી રહી છે. પાકિસ્તાની ટીવી ચેનલ સાથેની વાતચીતમાં શેખ રશીદે આગળ કહ્યુ હતુ કે પાકિસ્તાન અફઘાન રાજદૂતની પુત્રીનુ અપહરણ થયુ નથી. હું પૂરા દેશને કહેવા માંગુ છું કે, આંતરરાષ્ટ્રીય રેકેટ છે અને ઘટનાને અપહરણ તરીકે ભારતની જાસૂસી સંસ્થા રોએ આખી દુનિયામાં ચગાવી છે.

સાથે સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભારત, અફઘાનિસ્તાન અને ઈઝરાયેલ અમારા દેશમાં આતંકવાદને ઉત્તેજન આપી રહ્યા છે.

(8:01 pm IST)