Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

આઈ.ટી.રૂલ્સ 2021 : ટ્વીટરે કાયદાનું પાલન કર્યું હોવાનું જણાય છે : દિલ્હી હાઇકોર્ટને કેન્દ્ર સરકારે જાણ કરી : આગામી મુદત 5 ઓક્ટોબરના રોજ

ન્યુદિલ્હી : આજરોજ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જાણ કરી હતી કે ટ્વીટરે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ( ઇન્ટરમીડીઅરી ગાઈડ લાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક કોડ ) રુલ 2021 ( આઈ.ટી.રૂલ્સ 2021 ) નું પાલન કર્યું હોય તેવું જણાય છે.

સિનિયર એડવોકેટ સાજન પૂવૈયાએ ટ્વિટર વતી રજૂઆત કરી હતી કે નવેસરથી સોગંદનામા રેકોર્ડ પર મૂકવામાં આવ્યા છે.જે મુજબ તેઓએ કાયમી અધિકારી ,કાયમી ફરિયાદ અધિકારી ,તથા કાયમી નોડલ ઓફિસરની નિમણુંક કરી દીધી છે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ  સોલિસિટર જનરલ ચેતન શર્માએ પુષ્ટિ કરી હતી કે સોશિયલ મીડિયાના દિગ્ગજોએ નિયમોનું પાલન કર્યું હોય તેવું લાગે છે.

આગામી મુદત 5 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:01 pm IST)