Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બેંગલુરુમાં 10 જ દિવસમાં કન્ટેનમેન્ટ ઝોનમાં 47 ટકાનો વધારો થતાં ફફડાટ

શહેરના મહાદેપપુરમાં 42, ઈસ્ટમાં 35, બોમનાહલીમાં 24, સાઉથ અને યલાહંકામાં 20-20, વેસ્ટમાં 9, આરઆર નગરમાં 6 કન્ટેનમેન્ટ ઝોન

બેંગ્લુરુ: દેશમાં કોરોનાની લીજી બીજી લહેરની અસર ઓછી થતી જોવા મળી રહી છે. આશરે પાંચ મહિના બાદ દેશમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. આ પહેલા 15 માર્ચે 24,492 કોરોના કેસ નોંધાયા હતા. જોક આ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કન્ટેનમેન્ટ ઝોનની સખ્યામાં 10 દિવસમાં 47 ટકાનો વધારો થતાં ફફ઼ડાટ ફેલાયો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, 29 જુલાઈએ બેંગ્લુરુમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 108 હતી, જે વધીને 8 ઓગસ્ટ સુધીમાં 159 પર પહોંચી છે. શહેરના મહાદેપપુરમાં 42, ઈસ્ટમાં 35, બોમનાહલીમાં 24, સાઉથ અને યલાહંકામાં 20-20, વેસ્ટમાં 9, આરઆર નગરમાં 6 કન્ટેનમેન્ટ ઝોન છે

  બીબીએમપીના ચીફ કમિશ્નર ગૌરવ ગુપ્તાએ કહ્યું, કન્ટેનમેન્ટ ઝોન ચિંતાનું કારણ નથી. કારણકે અહીં સર્વેલંસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગનું કામ ફૂલસ્પીડમાં ચાલી રહ્યું છે. લોકો બાદ એક શહેરમાંથી બીજા શહેરમાં લોકોના આવવા જવાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે પણ લોકો કોવિડ-19 પોઝિટિવ થઈ રહ્યા છે, આ કારણે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી છે.

(12:41 pm IST)