Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જે કંઈ દલીલ કે રજુઆત કરવી હોય તે કોર્ટમાં કરો : કેસ ચાલતો હોય ત્યારે વર્તમાનપત્રો કે સોશિઅલ મીડિયામાં રજૂઆતો કરવી યોગ્ય નથી : પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન અરજદારોને નામદાર કોર્ટની ટકોર

ન્યુદિલ્હી : પેગાસસ જાસૂસી સ્કેમ મામલે સુપ્રીમ કોર્ટમાં એક કરતા વધુ પિટિશન દાખલ થઇ છે.જેની સુનાવણી સમયે ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા અને ન્યાયમૂર્તિઓ વિનીત સરન અને સૂર્યકાંતની ખંડપીઠે અરજદારો તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલને કહ્યું હતું કે જે કંઈ દલીલ કે રજુઆત કરવી હોય તે કોર્ટમાં કરો . કેસ ચાલતો હોય ત્યારે વર્તમાનપત્રો કે સોશિઅલ મીડિયામાં રજૂઆતો કરવી યોગ્ય નથી . કોર્ટની ઈજ્જત જાળવવી જરૂરી છે.

નામદાર કોર્ટની ટકોર સાથે પિટિશનર વતી હાજર રહેલા સીનીઅર એડવોકેટ કપિલ સિબલેએ સંમતિ વ્યક્ત કરી હતી.

સુનાવણી માટેની આગામી મુદત 16 ઓગસ્ટ રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)