Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

૧૭-૧૮ ઓગષ્‍ટ આસપાસ વાતાવરણ સુધરશેઃ ત્‍યારબાદ હળવો, મધ્‍યમ, ભારે- અતિભારે વરસાદનો રાઉન્‍ડ આવી શકે

 

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યું છે કે તા.૧૫/૧૬ આસપાસ આંધ્રપ્રદેશ, ઓડીસા લાગુ બંગાળની ખાડીમાં સિસ્‍ટમ્‍સ (લોપ્રેસર) બનશે. એ અસર તળે  ૧૭/૧૮ ઓગસ્‍ટ આસપાસ વાતાવરણ વધુ સુધરવાની શરૂઆત થશે. બાદના દિવસોમાં વરસાદનો હળવો મધ્‍યમ ભારે કે અતિભારે વરસાદનો રાઉન્‍ડ આવી શકે છે.

જનરલી દર વર્ષે mjoજયારે ફેસ-૨   અરબી સમુદ્ર બાદ ફેસ-૩ બંગાળની ખાડી બાદ ફેસ-૪/૫માં હોય ત્‍યા સુધી વધતા ઓછા પ્રમાણે વરસાદને અનુરૂપ પવનોની પેટર્ન સક્રીય થતી હોય છે. હાલ ઘણા દિવસ થયા mjo પ્રતિકુળ હોવા છતા MISO મોન્‍સુન ઈન્‍ટ્રાસિજનલ ઓસિલેશન હેઠળ સિસ્‍ટમ્‍સ બનીને ઉત્તર ઉતર-પુર્વ અને ઉતર લાગુ મધ્‍યભારતના રાજયોમાં ભારે અતિભારે વરસાદ થયો. હજુ અમુક રાજયોમાં સિસ્‍ટમ્‍સની અસર તળે વરસાદ ચાલું જ છે. હવે તેમા પણ બ્રેક લાગશે. આપણે આશા રાખીશું કે સિસ્‍ટમ્‍સ મજબુત બનીને સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને ગુજરાતના ભાગોમાં વરસાદનો એક સારો રાઉન્‍ડ આપી જાય. હજુ ઘણા દિવસો બાકી હોય વરસાદની માત્રા અને એક થી ત્રણ  દિવસો નીચે થવાની સંભાવના રહેતી  હોય છે.

(11:21 am IST)