Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બુલિયન માર્કેટમાં રિકવરી : ખુલતા બજારે સોનામાં 200 અને ચાંદીમાં 500નો વધારો

સોનું 0.44 ટકાના વધારા સાથે 46,088 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 0.89 ટકાના વધારા બાદ 63,195 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવાયો

મુંબઈ : બુલિયન બજારમાં રિકવરી જોવાઈ છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે 9:46 વાગ્યે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવાઈ  છે. સોનું 0.44 ટકાના વધારા સાથે 46,088 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળતા MCX પર સિલ્વર 0.89 ટકાના ઉછાળા સાથે 63,195 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ટ્રેડી કરી રહી છે.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.44 ટકા વધારા સાથે 46,088 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. સોનામાં 200 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
જો ચાંદીની વાત કરીએ તો આજે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 0.89 ટકાના વધારા બાદ 63,195 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. MCX પર સિલ્વરના ભાવમાં મંગળવાર સવારે 500 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

(10:38 am IST)