Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મહારાષ્ટ્રનું સ્વાસ્થ્ય તંત્ર દોડતુ થયું

પૂણેના ૭૯ ગામોમાં ઝીકા વાયરસનો ખતરો

પૂણે તા. ૧૦ : મહારાષ્ટ્રમાં કોરોના બાદ હવે ઝીકયા વાયરસનો ખતરો વધી ગયો છે. પૂણે જિલ્લામાં ઝીકયા વાયરસનો કેસ સામે આવતા જ તંત્રએ અલર્ટ જાહેર કરી દીધું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ૭૯ ગામોમાં ઇમરજન્સી સેવા માટે તૈયારી કરી દેવામાં આવી છે.

પૂણેના બેલસર ગામમાં ઝીકા વાયરસનો કેસ મળ્યો હતો. આ પ્રથમ કેસ સામે આવતા જ મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે સતર્ક થઈને કામગીરી શરૂ કરી દીધી હતી. પૂણે જિલ્લાના ડીએમ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ થઈ હતી જેમાં તમામ ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આઅ બધા જ ગામ વાયરસના સંક્રમણ માટે આટોઈ સંવેદનશીલ છે.

સ્વાસ્થ્ય વિભાગના અનુસાર જે દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરાયા નથી તેમની સ્થિતિ સારી છે. મંત્રીએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે કેમકે રાજયમાં ઝીકા વાયરસથી સંક્રમિત થનારા લોકો વધી રહ્યા છે. સીએમએ કહ્યું કે કેરળમાં ઝીકાના કેસ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના એડીઝ મચ્છરથી ફેલાય છે.

સ્વાસ્થ્ય અધિકારીના આધારે સંક્રમિત વ્યકિત જો બેડ રેસ્ટ કરે તો જ સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે. ઝીકા વાયરસ માટે કોઈ એન્ટી ફંગલ દવા કે વેકિસન નથી.વાયરસથી બચાવની રીત એ છે કે ખાસ કરીને દિવસના સમયે મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું. વાયરસ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક માનવામાં આવી રહ્યો છે. તેનાથી બાળકમાં પણ વાયરસ આવવાની શકયતા રહે છે. આ સિવાય તેમાં વિકૃતિ પણ આવી શકે છે.

આ વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા છે. મચ્છર કરડવાથી ૨-૭ દિવસ સુધી વ્યકિત સંક્રમિત રહી શકે છે. ઝીકા વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, હાડકા દુઃખવા, સાંધામાં દુઃખાવો, મિતલી, ઉલ્ટી અને અસ્વસ્થતા અનુભવાય છે.

(10:22 am IST)