Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમેરિકામાં સેનાનું વિમાન તુટી પડયુઃ પાંચ સૈનિકોના મોત

ન્‍યુયોર્ક,તો ૧૦ : અમેરિકાના દક્ષીણી કેલીફોર્નીયાના રણમાં એમવી-૨૨ બી ઓસ્‍પ્રે સૈન્‍ય વિમાન દુર્ઘટનાગ્રસ્‍ત બનતા પાંચ સૈનિકોના મોત થયા હતા. સતાવાર માહિતીમાં થર્ડ મરીન એરક્રાફટ વિંગના કમાંડીંગ જનરલ મેજર જનરલ ગેરિંગના હવાલાથી જણાવ્‍યુ છે કે, કૈય પેંડલટનમાં રહેતા મરીન ઇમ્‍પીરીયલ કાઉન્‍ટીમાં ગ્‍લૈમિસ પાસે એક ટ્રેનીંગ મિશન દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્‍ત બાદ સૈનિકોના મોત થયા હતા. દુર્ઘટનાગ્રસ્‍ત વિમાન એરક્રાફટ ગ્રુપ-૩૯ સાથે સંકળાયેલુ હતું. જે સેન ડિએગોમાં મુખ્‍યાલયવાળા ત્રીજા મરીન એરક્રાફટ વિંગનો હિસ્‍સો હતું.

(4:30 pm IST)