Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વિપ્રોના CEO સલિલ પારેખથી આગળ નીકળી ગયાઃ ડેલપોર્ટને રૂ. ૭૯.૮ કરોડનો પગાર મળ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૦: જુલાઈ ૨૦૨૦માં કંપનીમાં જોડાયા પછી, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ડેલપોર્ટનું વાર્ષિક પેકેજ રૂ. ૬૪.૩ કરોડ હતું. આ પછી, કંપનીએ તેને ૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૭૯.૮ કરોડ રૂપિયાનું પેકેજ આપ્‍યું છે.

 તાજેતરમાં, ઈન્‍ફોસિસના સલિલ પારેખને ભારતીય આઈટી ક્ષેત્રમાં સૌથી વધુ પગાર મેળવતા સીઈઓનો તાજ પહેરાવવામાં આવ્‍યો હતો. હકીકતમાં, કંપની તરફથી ૮૮ ટકાના વધારા પછી, તેમનો પગાર વધીને ૭૯.૭૫ કરોડ રૂપિયા થઈ ગયો હતો. પરંતુ, હવે વિપ્રોના વિદેશી સીઈઓ થેરી ડેલપોર્ટે આ મામલે સામે આવ્‍યા છે.

વિપ્રો દ્વારા યુએસ સિકયોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ કમિશનને સુપરત કરવામાં આવેલી માહિતી અનુસાર, જુલાઈ ૨૦૨૦માં કંપનીમાં જોડાયા બાદ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ડેલપોર્ટનું વાર્ષિક પેકેજ રૂ. ૬૪.૩ કરોડ હતું. આ પછી, કંપનીએ તેને ૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૭૯.૮ કરોડ રૂપિયાનું પેકેજ આપ્‍યું છે.

ઇન્‍ફોસિસના સીઇઓ અત્‍યાર સુધીના સૌથી વધુ પગાર મેળવનાર એક્‍ઝિકયુટિવ તરીકે મોખરે હતા. પગારવધારા બાદ કંપનીએ કહ્યું હતું કે પારેખના કામનું તેમને ચૂકવણું કરવામાં આવ્‍યું છે. અન્‍ય મોટી કંપનીઓના ઘ્‍ચ્‍બ્‍ની વાત કરીએ તો દેશની સૌથી મોટી ત્‍વ્‍ કંપની વ્‍ઘ્‍લ્‍ના ઘ્‍ચ્‍બ્‍ રાજેશ ગોપીનાથનને આ લિસ્‍ટમાં ૨૫.૭૭ કરોડ રૂપિયા મળ્‍યા છે, જે ગયા નાણાકીય વર્ષ કરતા ૨૭ ટકા વધુ છે.

(4:01 pm IST)