Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સતત બીજા દિવસે ૭૦૦૦થી વધુ નવા સંક્રમિત : ૨૪ના મોત

શું ફરી ફેલાઇ રહી છે મહામારી ? : છેલ્લા ૧૦ દિવસથી દર્દીઓની સંખ્‍યામાં સતત વધારો : કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે રાજ્‍યોને સતર્ક રહેવા સૂચના આપી

નવી દિલ્‍હી તા. ૧૦ : દેશમાં કોરોના મહામારી ફરી એકવાર માથું ઉંચકી રહી છે. શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૮૪ નવા સંક્રમિત મળી આવ્‍યા છે. આ દરમિયાન ૨૪ મૃત્‍યુએ પણ ચિંતા વધારી દીધી છે.

છેલ્લા ૧૦ દિવસથી દર્દીઓની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંદર્ભમાં કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે રાજયોને સતર્ક રહેવા સૂચના આપી છે. ગુરુવારે દેશમાં ૭૨૪૦ દર્દીઓ મળી આવ્‍યા હતા, જેની સરખામણીએ શુક્રવારે વધુ ૩૪૪ દર્દીઓ મળી આવ્‍યા હતા. આ સાથે, સક્રિય કેસ પણ ૩૭૬૯ વધીને કુલ ૩૬,૨૬૭ થઈ ગયા છે. તે જ સમયે, વધુ ૨૪ મૃત્‍યુ સહિત, અત્‍યાર સુધીમાં કુલ મૃત્‍યુ ૫,૨૪,૭૪૭ થઈ ગયા છે.

૧૦ દિવસમાં કોરોનાની ચાલ

૧ જૂન ૨૭૪૫ કેસ, ૨ જૂન ૩૭૧૨ કેસ, ૩ જૂન ૪૦૪૧ કેસ, ૪ જૂન ૩૯૬૨ કેસ, ૫ જૂન ૪૨૭૦ કેસ, ૬ જૂન ૪૫૧૮ કેસ, ૭ જૂન ૩૭૪૧ કેસ, ૮ જૂન ૫૨૩૩ કેસ, ૯ જૂન ૭૨૪૦ કેસ નોંધાયા છે.

(11:23 am IST)