Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટડાની શક્યતા

ક્રૂડના ભાવમાં ચાર ટકાનો થયેલો ઘટાડો : કોરોનાના વધતા જતા કેસ અને ઓપેકના ઉત્પાદનમાં વધારાની ચિંતાઓના લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

નવી દિલ્હી, તા.૯ : અમેરિકાથી ભારત સુધી સારા સમાચાર આવી રહ્યા છે. હવે પેટ્રોલ-ડીઝલન ભાવ જલદી જ ઘટી શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં ફરી એકવાર ૧૦૦ રૂપિયાથી નીચે જશે. જોકે ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. ક્રૂડમાં ઘટાડાનો ફાયદો ઓઇલ કંપનીએ સામાન્ય ગ્રાહકોને આપવો જોઇએ. સોમવારે કારોબારમાં ક્રૂડ ઓઇલનો ભાવ  ૪ ટકા સુધી તૂટી ગયો.

ક્રૂડના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાથી સ્પષ્ટ ઇશારો મળી જાય છે કે આગામી દિવસોમાં ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ચાલુ છે. બ્રેંટ ક્રૂડના ભાવ ૬૮ ડોલર ની નીચે સરકી ગયા છે. તો બીજી તરફ  ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ ૬૫ ડોલર નીચે પહોંચી ગયો છે. ડેલ્ટા વેરિન્ટના કારણે ડિમાન્ડને લઇને ચિંતા છે,

જેના લીધે ક્રૂડ ઓઇલમાં ઘટાડો જોવા મળ્યો છે. ૧ અઠવાડિયામાં ક્રૂડમાં ૯% નો ઘટાડો આવ્યો છે. ૯ મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો ત્યાં પણ ભાવમાં નબળાઇ છે. એમસીએક્સ ક્રૂડ ૪,૯૦૦ રૂપિયાની નીચે સરકી ગયો છે. ક્રૂડમાં સોમવારે ૪% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.  દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને એપાર કરી ચૂક્યા છે. ચીનમાં નબળી આર્થિક વૃદ્ધિ, કોરોના વાયરસના વધતા જતા કેસ અને ઓપેક ના ઉત્પાદનમાં વધારાની ચિંતાઓના લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનો સીધો ફાયદો ઘરેલૂ બજારમાં પણ જોવા મળશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ૫ રૂપિયા સુધી ઓછા થઇ જશે.

આઈઆઈએફએલ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ રિસર્ચ) અનુજ ગુપ્તાના અનુસાર ક્રૂડ ઓઇલના ઉત્પાદન વધારાથી આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ ૬૫ ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે. જો આમ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે. બ્રેંટ ઓઇલના ૬૫ ડોલર પ્રતિ બેરલ સુધી નીચે પહોંચતા જ પેટ્રોલ-ડીઝલ ૪ થી ૫ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

(7:42 pm IST)