Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં વધારો : કુલ કેસની સંખ્યા 21થી વધી 45 થઇ : 7 જિલ્લામાં કહેર

જલગાંવમાં સૌથી વધુ 13, રત્નાગીરીમાં 11, મુંબઈમાં 6, થાણેમાં 5 અને પૂણેમાં 3 દર્દીઓ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યારે કેસની કુલ સંખ્યા 21થી વધીને 45 થઈ ગઈ છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. આ 45 દર્દીઓમાં 27 પુરુષો અને 18 મહિલાઓ છે. જેમાં 20 દર્દીઓની વય 19 વર્ષથી 45 વર્ષની વચ્ચે છે. રાજ્યમાં રત્નાગિરી, જલગાંવ, પૂણે, થાણે, મુંબઈ, બીડ અને ઔરંગાબાદમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે.

જલગાંવમાં સૌથી વધુ 13, રત્નાગીરીમાં 11, મુંબઈમાં 6, થાણેમાં 5 અને પૂણેમાં 3 દર્દીઓ છે. પરંતુ રાજેશ ટોપેએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. સંબંધિત દર્દીઓને યોગ્ય રીતે સારવાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. તેથી ગભરાવાની જરૂર નથી.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે દરેક જિલ્લામાંથી 100 નમૂના લેવામાં આવે છે અને તેમને લેબમાં મોકલ્યા બાદ જીનોમ સિક્વન્સીંગ દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. આ તપાસમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાની માહિતી બહાર આવી છે.

(7:02 pm IST)