News of Thursday, 8th March 2018

વૈશ્વિક વ્યાપાર યુદ્ધ ફાટી નીકળવાની વકી : આખરે રાષ્ટ્રપતી ટ્રમ્પે વિવાદી સ્ટીલ અને એલ્યુમીનીયમ ઈમ્પોર્ટ ડ્યુટી ને આપી બહાલી : આધારભૂત સુત્રો મુજબ આવતા ૧૫ દિવસમાં સ્ટીલ પર ૨૫% અને એલ્યુમીનીયમ પર ૧૦% ઈમ્પોર્ટ ડ્યુટી લાદશે અમેરિકા : ઈમ્પોર્ટ ડ્યુટીને લગતા ઓર્ડર પર રાષ્ટ્રપતી ટ્રમ્પે હસ્તક્ષર કર્યા : આ ઈમ્પોર્ટ ડ્યુટીમાંથી હાલ કેનેડા, મેક્ષીકો સહિત અમુક દેશોને બાકાત રખાયા હોવાનું જાણવા મળે છે : રાષ્ટ્રપતી ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે " જે દેશોને આ ઈમ્પોર્ટ ડ્યુટી સામે વાંધો હોય, તેની સાથે ચર્ચા કરવાના અમેરિકાના દ્વાર ખુલા છે"

(2:42 am IST)
  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST