Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મોદી સંસદમાં પ્‍લાસ્‍ટિકની બોટલમાંથી રિસાઇકલ કરાયેલ જેકેટ પહેરીને પહોંચ્‍યા

બેંગલુરૂમાં આયોજીત ઇન્‍ડિયા એનર્જી વીકમાં ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશને આપી હતી ગીફટ

નવી દિલ્‍હી તા. ૮ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો ડ્રેસ હંમેશા ચર્ચામાં હોય છે. પછી તે ગણતંત્ર દિવસ હોય કે સ્‍વતંત્રતા દિવસ. આ વખતે પીએમ મોદીની જેકેટ ચર્ચાનો વિષય બની છે. જો કે મહત્‍વની વાત એ છે કે આ જેકેટ રિસાઇકલ કરેલી પ્‍લાસ્‍ટિકની બોટલોમાંથી તૈયાર કરવામાં આવ્‍યું છે. પીએમ મોદી બજેટ સત્ર દરમિયાન આ જેકેટ પહેરીને સંસદ પહોંચ્‍યા હતા.

બેંગલુરૂમાં આયોજિત ઈન્‍ડિયા એનર્જી વીક દરમિયાન ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને આ ખાસ જેકેટ આપવામાં આવ્‍યું હતું. તે PET બોટલમાંથી બનાવવામાં આવે છે. ઈન્‍ડિયા એનર્જી વીકનો ઉદ્દેશ્‍ય ઉર્જાના પરિવર્તનકાળમાં મહાશક્‍તિ તરીકે ભારતની વધતી શક્‍તિને પ્રદર્શિત કરવાનું હતું.

ઇન્‍ડિયન ઓઇલના કર્મચારીઓ અને સશષા દળો માટે કપડાં બનાવવા માટે ૧૦ કરોડથી વધુ PET બોટલનું રિસાઇકલ કરવામાં આવશે. તાજેતરમાં સરકારે રૂ. ૧૯,૭૦૦ કરોડના ખર્ચ સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કર્યું છે, જેનો હેતુ અર્થવ્‍યવસ્‍થાને વેગ આપવા, કાર્બન ઘટાડવા, ફોસિલ ફયુલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને દેશે આ ક્ષેત્રમાં ટેકનોલોજી અને બજારનું નેતૃત્‍વ અપનાવવામાં મદદ કરશે.

આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે ઊર્જા પરિવર્તન અને શુધ્‍ધ શૂન્‍ય ઉદ્દેશ્‍યો પ્રાપ્ત કરવા માટે રૂ. ૩૫,૦૦૦ કરોડના ખર્ચ માટે જોગવાઇ કરી હતી અને સરકારની ૭ પ્રાથમિકતાઓમાં ગ્રીન ડેવલપમેન્‍ટનો સમાવેશ કર્યો હતો.

(12:00 am IST)