Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

હવે વોટ્સએપથી પણ કરી શકાશે પૈસાની લેવડ-દેવડ

વોટ્સએપથી કરી શકાશે UPI પેમેન્ટ

નવી દિલ્હી તા. ૯ : WhatsAppએ પણ પોતાના યુઝર્સ એ ફીચર્સ આપી દીધું છે જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વોટ્સએપએ UPI પેમેન્ટ ફીચર્સ ઉપલબ્ધ કરાવી દીધુ છે. હાલમાં આ ફીચર બીટા વર્ઝન પર લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

સૌથી ખાસ વાતએ છે કે આ ફીચર માત્ર ભારત માટે જ છે. વોટ્સએપના ઘણા બીટા યુઝર્સને UPI પેમેન્ટનું ઓપ્શન મળી ગયું છે. જેમને નથી મળ્યું તેમને પણ જલદીથી મળી જશે.

વોટસએપ અપડેટની માહિતી આપનારા WABetainfoએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે જો તમને પેમેન્ટ ઓપ્શન નથી મળ્યું તો ૧૦-૧૨ કલાક રાહ જુઓ, તમને અપડેટ મળી જશે.

હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ બીટા વર્ઝન ૨.૧૮.૪૧ પર મળી રહ્યું છે. ઘણા યુઝર્સે પેમેન્ટ ઓપ્શનના સ્કીનશોટ પણ શેર કર્યા છે. જયારે iOS યુઝર્સને પેમેન્ટનું અપડેટ V૨.૧૮.૨૧ પર મળી રહ્યું છે.

(10:24 am IST)