Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સલમાન ફરી વિવાદમાં :ચંડીગઢ પોલિસે મોકલ્યુ સમન્સ: બહેન અલવીરા સહિત 7 લોકો સામે કેસ

ચંદીગઢના એક બિઝનેસ મેન અરૂણ ગુપ્તાએ છેતરપિંડીનો કેસ કર્યો છે

ચંદીગઢની પોલીસે હિન્દી ફિલ્મ એ્ક્ટર સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન સહિત અન્ય સાત લોકોને સમન્સ બજાવ્યા છે. ચંદીગઢના એક બિઝનેસ મેન અરૂણ ગુપ્તાએ સલમાન ખાન સહિત આ લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો છે. ચંડીગઢની પોલીસે માહિતી આપતા ગુરુવારે જણાવ્યું કે. સલમાન ખાન અને તેની બહેન ઉપરાંત જેમને વ્યક્તિઓને પૂછપરછ માટે ફરમાન મોકલવામાં આવ્યુ છે તેમાં બીઇંગ હ્યુમન ફાઉન્ડેશનના સીઈઓ અને અધિકારીનો પણ સમાવેશ થાય છે.

ચંડીગઢના બિઝનેસ મેન અરૂણ ગુપ્તાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે, તેમણે વર્ષ 2018માં 2-3 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને "બીઇંગ હ્યુમન જ્વેલરી" સ્ટોર શરૂ કર્યો હતો. તેમને એવી ખાતરી આપવામાં આવી હતી કે આ બ્રાન્ડને તમામ પ્રકારના સમર્થન સાથે પ્રમોટ કરવામાં આવશે. સલમાન ખાન પોતે શો-રૂમના ઉદઘાટન માટે આવશે તેવી ખાતરી આપી હતી જો કે તેના બદલામાં તેના બનેવી આયુષ શર્માને મોકલી લીધો હતો.

ફરિયાદમાં ગુપ્તાએ કહ્યું છે કે, સલમાન ખાન દ્વારા ન તો પ્રમોશન અંગેનાં વચનો કરવામાં આવ્યા ન તો સ્ટોર માટે માલની સપ્લાય કરવામાં આવી. તેમણે વધુમાં જણાવ્યુ કે, કંપનીના અધિકારીઓ સાથે અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પોતાના વચનો પૂરા કર્યા નથી. જ્યાંથી તેઓ સ્ટોક લેતા હતા તે ઓફિસ પણ ફેબ્રુઆરી 2020થી બંધ થઇ ગઇ છે.

(12:33 am IST)