Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલે વિરુદ્ધ લક્ષ્મી પૂરીએ બદનક્ષીનો દાવો કર્યો : આવક કરતા વધુ સંપત્તિ વડે સ્વિત્ઝરલેન્ડમાં પ્રોપર્ટી ખરીદી હોવાનું સાકેતનું ટ્વીટ : પોતાની આબરૂને હાનિ પહોંચાડવા બદલ 5 કરોડ રૂપિયા અપાવવા દિલ્હી હાઇકોર્ટમાં લક્ષ્મીની પિટિશન : સુનાવણી શરૂ

ન્યુદિલ્હી : યુનાઇટેડ નેશન્સના પૂર્વ આસી . સેક્રેટરી લક્ષ્મી પુરીએ સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલે વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો  દાવો કર્યો છે.જેમાં જણાવાયા મુજબ આવક કરતા વધુ સંપત્તિ વડે પોતે સ્વિત્ઝરલેન્ડમાં પ્રોપર્ટી ખરીદી  હોવાના સાકેત ગોખલેના ટ્વીટથી પોતાની આબરૂને નુકશાન પહોંચ્યું છે. જે ભરપાઈ કરવા માટે 5 કરોડ રૂપિયા માગ્યા છે.તેમજ સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અરજ ગુજારી છે. જે કેસની આજરોજ ગુરુવારે સુનાવણી શરૂ થઇ છે.

ઉલ્લેખનીય છે કે ગોખલેએ સ્વિત્ઝરલેન્ડમાં લક્ષ્મીએ ખરીદેલી 2.5 મિલિયન ડોલરની પ્રોપર્ટી તેની આવક કરતા વધુ સંપત્તિ હોવાનું દર્શાવે છે. તેવું ટ્વીટ કર્યું હતું. જેમાં તેમના પતિની વગ હોવાનું પણ ટ્વીટ કરાયું હતું.

ઉપરોક્ત ટ્વીટ  સામે લક્ષ્મીએ પોતે કઈ રીતે પ્રોપર્ટી ખરીદી હતી તેનો હિસાબ રજૂ કર્યો હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ હરિશંકરે ગોખલેને પૂછ્યું  હતું કે આવી વ્યક્તિની ટીકા તમે ક્યાં આધારે કરો છો ? કોઈ જાતના આધાર પુરાવા વગર પ્રાથમિક તબક્કે જ ખોટી જણાતી માહિતી તમે ટ્વીટર ઉપર કઈ રીતે મૂકી શકો ? તમે આ માહિતી મુક્ત પહેલા લક્ષ્મી  કે કોઈ અધિકૃત વ્યક્તિનો સંપર્ક કર્યો હતો ?

નામદાર  કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:11 pm IST)