Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

શું હજ અને ઉમરાહ સેવાઓને GST માંથી મુક્તિ મળી શકે? : ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી શરૂ : ચુકાદો અનામત : વધુ સુનાવણી 26 એપ્રિલના રોજ

ન્યુદિલ્હી : સર્વોચ્ચ અદાલતે ગુરુવારે સાઉદી અરેબિયામાં મુસાફરી કરતા યાત્રાળુઓને તેમના દ્વારા કરવામાં આવતી હજ અને ઉમરાહ સેવાઓ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી મુક્તિની માંગ કરતી વિવિધ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી શરૂ કરી હતી.

ટૂર ઓપરેટરો રજિસ્ટર્ડ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો લાભ લેનારા હાજીઓ પર GST વસૂલવાને આ આધાર પર પડકારી રહ્યા છે કે બંધારણની કલમ 245 મુજબ એક્સ્ટ્રા-ટેરિટોરિયલ પ્રવૃત્તિઓ પર કોઈ ટેક્સ કાયદો લાગુ થઈ શકે નહીં. તેઓ દલીલ કરે છે કે ભારતની બહાર વપરાશમાં લેવાતી સેવાઓ પર GST લાદી શકાય નહીં

તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ જવાબદારી ભેદભાવપૂર્ણ છે કારણ કે તે અમુક હજયાત્રીઓને મુક્તિ આપે છે જેઓ હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા હજયાત્રા કરે છે. દ્વિપક્ષીય વ્યવસ્થા હેઠળ કેન્દ્ર દ્વારા ઓફર કરવામાં આવતી ધાર્મિક યાત્રા માટે બિન-શિડ્યુલ્ડ/ચાર્ટર કામગીરીની સેવાઓનો ઉપયોગ કરતા તીર્થયાત્રીઓ દ્વારા હવાઈ મુસાફરી પર 5% (ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે) ની GST વસૂલાત લાગુ પડે છે. જો કે, જો કોઈ ધાર્મિક યાત્રાના સંબંધમાં નિર્દિષ્ટ સંસ્થાની સેવાઓ દ્વિપક્ષીય વ્યવસ્થા હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા સુવિધા આપવામાં આવે છે, તો દર શૂન્ય હશે.

દલીલનો બીજો ભાગ એ છે કે હાજીઓને ફ્લાઇટ મુસાફરી, રહેઠાણ વગેરે જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પૂરી પાડવામાં આવતી સેવાઓ મુક્તિને પાત્ર છે. એએસજી એન વેંકટરામન દ્વારા જસ્ટિસ એ એમ ખાનવિલકર, એએસ ઓક અને સી ટી રવિકુમારની બેન્ચને જણાવવામાં આવ્યું હતું કે ટેક્સેશન (અન્ય દેશો)માં વધારાના અધિકારક્ષેત્રના મુદ્દે સુપ્રીમ કોર્ટની અન્ય 3 જજની બેન્ચને એક મહિનાનો સમય લાગ્યો. એક કરતાં વધુ વખત સુનાવણી થઈ. અને ચુકાદો અનામત છે.
બેન્ચ 26 એપ્રિલે સુનાવણી ચાલુ રાખશે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:29 pm IST)