Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જાણો... કયાં કેવી સ્થિતિ છે?

અમેરિકાના ૫ રાજયો નક્કી કરશે કોણ હશે નવા રાષ્ટ્રપતિ

જો બાઈડેન ૨૪ કલાકથી ૬ ઈલેકટોરલ વોટની જોઈ રહ્યા છે રાહઃ હજુ પણ ૫ રાજયોના પરિણામ આવવાના બાકી

વોશીંગ્ટન, તા.૭: અમેરિકાના રાષ્ટ્રપતિનો ચૂંટણી મુદ્દો એક એવા વળાંક પર છે જયાં જીત કોની થશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બન્યુ છે. આ સમયે રિપબ્લિકન ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માટે એક મોટી ચેલેન્જ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન છે. જો બાઈડેનને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે હાલમાં ૬ ઈલેકટોરલ વોટની જરૂરી છે. છેલ્લા ૨૪ કલાકથી આ ૬ વોટની રાહ જોવામાં આવી રહી છે. હજુ પણ ૫ રાજયોના પરિણામ આવવાના બાકી છે. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિના અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ તો જો બાઈડેનની પાસે ૨૬૪ ઈલેકટોરલ વોટ આવી ચૂકયા છે. જયારે ટ્રમ્પ પાસે હજુ પણ ૨૧૪ ઈલેકટોરલ વોટ છે. કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે ૨૭૦ વોટની જરૂર રહે છે. એવામાં જો બાઈડેનને પણ અન્ય ૫ રાજયોના વોટની આશા છે. ઉલ્લેખનીય છે કે હજુ પેન્સિલ્વેનિયા, જોર્જિયા, નોર્થ કૈરોલાઈના, નેવાડા અને અલાસ્કામાં પરિણામ આવવાના બાકી છે.

જે ૫ રાજયોના પરિણામ નથી આવ્યા ત્યાં આવી છે સ્થિતિ

અમેરિકા સહિત આખી દુનિયાની નજર પેન્સિલ્વેનિયા પર ટકી છે. અહીં ૨૦ ઈલેકટોરલ વોટ છે. જો બાઈડેન અહીંથી જીત મેળવે છે તો વ્હાઈટ હાઉસના દરવાજા તેમને માટે ખુલી જશે. આ રાજયમાં બાઈડેનને અત્યાર સુધી ૪૯.૩ અને ટ્રમ્પને ૪૯.૬ ટકા વોટ મળ્યા છે. વોટની ગણતરી કરીએ તો અહીં ટ્રમ્પને ૩૨ લાખ ૮૫ હજાર ૯૬૫ અને બાઈડેનને ૩૨ લાખ ૬૭ હજાર ૯૨૩ વોટ મળ્યા છે.

નેવાડામાં ફકત ૬ ઈલેકટોરલ વોટ છે. આ વખતે નેવાડા પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. અહીં ટ્રમ્પને બઢત મળી છે. બાઈડેનને અહીંથી ૪૯.૪  ટકા અને ટ્રમ્પને ૪૮.૫ ટકા વોટ મળ્યા છે. સમજો કે ટ્રમ્પને નેવાડામાં ૫ લાખ ૯૨ લાખ ૮૧૩ વોટ અને બાઈડેનને ૬ લાખ ૪ હજાર ૨૫૧ વોટ મળ્યા છે.

અહીં ૧૬ ઈલેકટોરલ વોટ છે. અહીં ટ્રમ્પ અને બાઈડેનની વચ્ચે મોટી ટક્કર જોવા મળી રહી છે. બંને નેતાઓની વોટની સંખ્યા જોઈએ તો ટ્રમ્પને જોર્જિયાથી ૨૪ લાખ ૪૮ હજાર ૮૧ વોટ અને બાઈડેનને ૨૪ લાખ ૪૬ હજાર ૮૧૪ વોટ મળ્યા છે.

૧૫ ઈલેકટોરલ વોટ આ રાજયમાં છે. અહીં બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે મોટી ટક્કર છે. અહીં બાઈડેનને ૪૮.૭ અને ટ્રમ્પને ૫૦.૧ ટકા વોટ મળ્યા છે. એવામાં ટ્રમ્પ અહીંથી ગણિત બગાડી શકે છે.

સૌથી નાના અને ૩ ઈલેકટોરલ વોટ અહીં છે. અહીં ટ્રમ્પનું પલ્લું ભારે છે. ટ્રમ્પે અહીંથી ૬૨.૧ ટકા વોટ મેળવ્યા છે તો બાઈડેને ૩૩.૫ ટકા વોટ. અહીં ટ્રમ્પને ૧ લાખ ૧૮ હજાર ૬૦૨ વોટ મળ્યા છે અને બાઈડનને ૬૩ હજાર ૯૯૨ વોટ મળ્યા છે.

(10:40 am IST)