Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

તાલિબાન આતંકવાદીઓનો ખાત્મો કરવા અફઘાનિસ્તાને B-52 બોમ્બર્સ અને સ્પેક્ટર ગનશીપ આપશે અમેરિકા

અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો તરફ આગળ વધી રહેલા તાલિબાન આતંકવાદીઓને નિશાન બનાવશે

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલા વધી રહ્યા છે. દરમિયાન, અમેરિકાનાં પ્રમુખ જો બિડેને અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો તરફ આગળ વધી રહેલા તાલિબાન આતંકવાદીઓને નિશાન બનાવવા માટે B-52 બોમ્બર્સ અને સ્પેક્ટર ગનશીપ આપવાનો હુકમ આપ્યો છે.

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે B-52 વિમાનો કતારના એક એરબેઝથી અફઘાનિસ્તાન જઈ રહ્યા છે. આ વિમાનો હેલમંડ રાજ્યનાં કંદહાર, હેરાત અને લશ્કર ગાહના વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. જોકે, અમેરિકા અથવા અફઘાન સૈન્ય દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી નથી.

શીત યુદ્ધ યુગના આ વ્યૂહાત્મક બોમ્બરે સૌપ્રથમ 1950 ના દાયકામાં ઉડાન ભરી હતી. તેનો ઉપયોગ આજે પણ તેના 70,000 પેલોડ અને 12,875 કિમીની રેન્જ માટે થાય છે. તે AC-130 સ્પેક્ટર ગનશીપ દ્વારા સપોર્ટેડ છે, જે 25 એમએમ ગેટલિંગ ગન, 40 મીમી બોફોર્સ તોપ અને 105 એમએમ એમ 102 તોપથી સજ્જ છે, જે હવામાંથી ચોક્કસ નિશાન સાધી શકે છે.

બોઇંગ બી -52 લાંબા અંતરનું, સબસોનિક, જેટ સંચાલિત વ્યૂહાત્મક બોમ્બર છે, જે એક સમયે 32 ટન બોમ્બ લઇ જઇ શકે છે. 2001 નાં અંતમાં બોઇંગ બી -52 એ તાલિબાનને ઉથલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, છેલ્લા એક વર્ષથી અફઘાનિસ્તાનમાં બી -52 નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

(11:46 pm IST)