Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર કર્યો હવાઈ હુમલો : હમાસના સ્થળોને નિશાન બનાવ્યા

ઇઝરાયેલ પર ચાર આગ લગાવનારા ફુગ્ગા છોડવામાં આવ્યા બાદ કાર્યવાહી: માસના લશ્કરી કમ્પાઉન્ડ અને રોકેટ લોન્ચિંગ સાઇટને નિશાન બનાવ્યું

નવી દિલ્હી :  મધ્ય પૂર્વમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ફરી એક વખત તણાવ જોવા મળી રહ્યો છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ શનિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં બે સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ  જણાવ્યું હતું કે, ગાઝાથી ઇઝરાયલ તરફ મોકલવામાં આવેલા આગ લગાવતા ગુબ્બારાના જવાબમાં આ કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે, તેણે હમાસના લશ્કરી કમ્પાઉન્ડ અને રોકેટ લોન્ચિંગ સાઇટને નિશાન બનાવ્યું છે.

ઇઝરાયેલ પર ચાર આગ લગાવનારા ફુગ્ગા છોડવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે જમીન પર આગ લાગી હતી અને ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું હતું. ઇઝરાયલ કે, ગાઝામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી. હમાસે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, શુક્રવારે બપોરે ગાઝા પટ્ટી નજીકના વિસ્તારમાં આ ગુબ્બારાને કારણે ચાર સ્થળો પર આગ લાગી હતી. આ ઘટનાના બે મહિના પહેલા ઇઝરાયલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે 11 દિવસનું યુદ્ધ થયું હતું. 2007માં હમાસ સત્તા પર આવ્યા બાદ ગાઝામાં આ ચોથું યુદ્ધ હતું.

(7:15 pm IST)