Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો યુ-ટર્ન: કોલકત્તાની રેલી પૂર્વે મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા: ભાજપ માટે પ્રચાર કરશે,ચૂંટણી નહીં લડે: તો પણ ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો હોવાની જબરજસ્ત ચર્ચા

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા છે.  તેમણે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીની રેલીના મંચ પર ભાજપનો ધ્વજ લહેરાવ્યો.  પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ કહ્યું કે હિન્દી અને બંગાળી ફિલ્મોના અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપ માટે પ્રચાર કરશે. ચૂંટણી નહિ લડે.

 

હકીકતમાં, ભાજપ જે મોટા બંગાળી ચહેરાની શોધમાં હતો તે આજે પૂરો થઈ ગઇ છે. મિથુનનો કેસરી કેમ્પમાં જોડાવું તે સૌથી મોટો યુ-ટર્ન છે. સામાન્ય રીતે મિથુન ચક્રવર્તી હંમેશાં ડાબેરી મંચ ઉપર જોવા મળતો.
ખરેખર વાસ્તવમાં બંગાળના ચૂંટણી યુદ્ધમાં મોટા ધડાકાની તૈયારી ચાલી રહી છે.  પીએમ મોદીની પહેલી રેલી અત્યારે કોલકાતામાં છે અને મમતા બેનર્જીને ઘેરવાની સંપૂર્ણ યોજના અમલમાં મુકાઈ છે. 
લાંબા સમયથી અટકળોનું બજાર ગરમ હતું.  મિથુન ચક્રવર્તીના આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળવાનો અર્થ પણ સતત શોધવામાં આવી રહ્યો હતો.  ભાજપના નેતાઓ સતત સંદેશ આપી રહ્યા હતા કે પ્રયાસ ચાલુ છે.
મિથુન ચક્રવર્તીને ભાજપમાં શામેલ કરવાની ઝુંબેશના વડા  કૈલાસ વિજયવર્ગીય સતત કાર્યરત રહ્યા હતા.  ગત શનિવારે રાત્રે કૈલાસ વિજયવર્ગીય તેમને મળ્યા હતા.  વિજયવર્ગીયએ ટ્વીટ કર્યું હતું કે મોડીરાતે કોલકાતાના બેલાગચીયામાં સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા મિથુન દા સાથે લાંબી ચર્ચા થઈ હતી.  દેશભક્તિ અને ગરીબો પ્રત્યેની તેમની વાતી સાંભળીને મારુ મન મગ્ન થઈ ગયું.
રાજકારણ સાથેનો સંબંધ મિથુન દા માટે નવો નથી.  મમતા બેનર્જીએ તેમને ટીએમસી ક્વોટા દ્વારા રાજ્યસભામાં મોકલ્યા હતા, પરંતુ મિથુન જલ્દીથી રાજકારણની સીમામાંથી બહાર આવી ગયેલ.  તેમણે સંસદનું સભ્યપદ છોડી દીધું.  પરંતુ હવે તે ફરી એકવાર રાજકારણમાં કૂદવાની તૈયારી કરી રહ્યો છે.

(5:41 pm IST)