Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મૂર્તિ વિસર્જન કરતા ૧૩ લોકોના ડૂબવાથી મોત

બંગાળમાં ૭ અને રાજસ્‍થાનમાં ૬ લોકોના મોત

જયપુર,તા. ૬ :  દેવી દુર્ગાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી બુધવારે બે અલગ અલગ રાજયોમાં કુલ ૧૩ લોકોના મોત થયા છે. કહેવાય છે કે, પશ્ચિમ બંગાળમાં ૭ અને રાજસ્‍થાનમાં ૬ લોકોના મૂર્તિ વિસર્જન દરમિયાન મોત થયા છે. પヘમિ બંગાળના જલપાઈગુડ્ડી જિલ્લાની માલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે ઉતર્યા હતા. ત્‍યારે અચાનક જ જળ સ્‍તર વધવા લાગ્‍યું. મોટી મોજામાં સાત લોકો તણાઈ ગયા હતા. જલપાઈગુડ્ડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્‍યું હતું કે, ભારે વહેણના કરાણે કેટલાય લોકો તણાઈ ગયા છે, જે હાલમાં પણ ગુમ છે. સૂચના પર પહોંચેલી બચાવ ટીમ શોધખોળ કરી રહી છે. રેસ્‍ક્‍યૂ ઓપરેશન હાલમાં પણ ચાલું છે.

તો વળી રાજસ્‍થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ સદર પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં બુધવારે દેવી દુર્ગાની મૂર્તિ વિસર્જન દરમિયાન વરસાદના પાણીથી ભરેલી ખાડીમાં છ લોકોના ડૂબવાથી મોત થયા હતા. આ જાણકારી પોલીસે આપી છે. અજમેર પોલીસ અધિકારી ચૂનારામ જાટે જણાવ્‍યું હતું કે, સ્‍થાનિક લોકો અલગ અલગ અવસરે મૂર્તિઓ વિસર્જન કરતા હોય છે. પણ આ વખતે યુવકો ઊંડા પાણીમાં જતાં રહ્યા. કારણ કે તેમને ઊંડાઈનું કોઈ માપ નહોતું. શરુઆતમાં પાંચ લાશ જપ્ત કરી, બાદમાં જાણવા મળ્‍યુ કે, હજૂ પણ એક શખ્‍સ ગુમ છે. જે બાદ બચાવ કાર્ય શરુ કરવામાં આવ્‍યું છે. અને સાંજ સુધીમાં વધુ એક લાશ મળી આવી હતી.

(11:44 am IST)