Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

હવે નવી આફત: વિશ્વના 30 દેશોમા ફેલાયો નવો ખતરનાક વાયરસ : ડેલ્ટા કરતા અનેકગણો ઘાતક

કોરોનાનો લમ્બડા વેરિયન્ટમાં અસાધારણ મ્યુટેશન : દક્ષિણી અમેરિકી દેશ પેરુમાં સૌ પ્રથમ વાર ફેલાયો : બ્રિટનમાં તેના 6 કેસો નોંધાયા

બ્રિટન અને અમેરિકા સહિતના 30 દેશોમાં લમ્બડા વેરિઅન્ટ  ફેલાયો છે. એક્સપર્ટ્સને ડર છે કે લમ્બડા વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધારે ઘાતક છે કોરોનાનો કોરોનાનો લમ્બડા વેરિયન્ટમાં અસાધારણ મ્યુટેશન જોવા મળ્યું છે. આ વેરિયન્ટને શરુઆતમાં સી.37 નામ આપવામાં આવ્યું હતું. બ્રિટનમાં તેના 6 કેસો નોંધાયા છે

 વેરિયન્ટ Sars-CoV-2 કૂળનો વાયરસ છે જે પેરુમાંથી ફેલાયો છે. C.37 વેરિયન્ટ B.1.1.1 કૂળનો વાયરસ છે. પેરુમાં એપ્રિલ પછી નોંધાયેલા 81 ટકા કેસો આ વેરિયન્ટના છે. પહેલી વાર ઓગસ્ટ 2020 માં વેરિયન્ટ જોવા મળ્યો હતો  અત્યાર સુધી 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

(11:24 pm IST)