Gujarati News

Gujarati News

જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ અને વિવાદ નહીં સંવાદના મંત્ર સાથે ચીફ ઓફિસરો લોક વિકાસ-લોક હિતના કામો કરે તે સમયની માંગ : નગરપાલિકાની તમામ સેવાઓ-મંજૂરીઓ ઓનલાઈન કરો જેથી કોઈએ કચેરીમાં આવવું જ ન પડે : શહેરોના વિકાસ મોડલ ઉપર રાજ્યનું વિકાસ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત થાય છે : લોકોની આકાંક્ષા, સપનાં, અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી આપણા શિરે : નગરપાલિકાઓના વિકાસ કામોનો મુખ્ય આધાર ચીફ ઓફિસરો : હાલમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦-૫૦ ટકા વસ્તી વસવાટ કરતી હોઈ બંનેનો સંતુલિત-ટકાઉ વિકાસ ખૂબ જરૂરી : આપણી બદલી માટે નહીં પણ બદલી રોકાવાની ભલામણ પ્રજામાંથી આવવી જોઈએ: કોઈના પણ દબાણમાં આવી ખોટા કામો કરતા નહીં પણ લોક વિકાસના કામોમાં અગ્રેસર રહેવું : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: અગાઉની સરકારમાં નગરપાલિકાના વિકાસ માટે એક પણ રૂપિયો અપાતો ન હતો, જ્યારે અમારી સરકારે વિકાસના કામો માટે પૂરતી માત્રામાં ગ્રાન્ટ ફાળવી છે : વર્તમાન સમયમાં સ્માર્ટ સિટી અને શહેરોના આધુનિકરણની દિશામાં કામ કરવું પડશે : સારી કામગીરીના આધારે ચીફ ઓફિસરોને પ્રમોશન આપવાનું પણ સરકારમાં વિચારાધીન: ચીફ ઓફિસરો પોતાની જવાબદારી સમજીને સાઈટ વિઝીટ કરવાનો હંમેશા આગ્રહ રાખશે તો જ સ્થળ ઉપર પ્રશ્નોનું નિરાકરણ આવશે: નગરપાલિકાઓમાં સંયુક્ત પ્રયાસોથી ટેક્સની રિકવરી વધારવી પડશે: આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ‘નલ સે જલ’ અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી જ્યારે રી-યુઝ વોટરનો સદુપયોગ કરવો પડશે : નગરપાલિકાઓ મહત્તમ સોલરનો ઉપયોગ કરીને વીજ બિલનું ભારણ ઘટાડે: રાજ્યના હેરિટેઝ-પ્રવાસન અને ઐતિહાસિક ધરોહર ધરાવતા શહેરો ઉપર અલગથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે: રાજ્યના ચીફ ઓફિસરો વિવિધ સંસ્થાઓના સહયોગથી પોતાના શહેરને ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ કરે: આગામી સમયમાં “માદરે વતન યોજના”ને વધુ અસરકારક બનાવીને દાતાઓ દ્વારા શહેરોના વિકાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવશે : સુખી-સંપન્ન લોકો પોતાના શહેરના વિકાસ માટે દાન આપે તે દિશામાં આપણે સંકલિત પ્રયાસો કરવા પડશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 2:04 pm IST

જગન્નાથ મંદિરથી ભગવાનના મામાના ઘર સુધી રોજ હજારો લોકોના કોરોના ટેસ્ટઃ અદ્ભુત આયોજન: અનેકવિધ પ્લાન ઘડી કાઢી પોતાની કુનેહ સાબિત કરનાર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થા કાબિલે દાદ : લોખંડી સુરક્ષાચક્રથી સંતોષ માનવાને બદલે ટેલિ મેડીસીનના સહયોગથી ભાવિકો, પોલીસ સ્ટાફથી લઈ તમામ લોકોને આરોગ્ય સુરક્ષા ચક્ર પ્રદાન કરવા માટે નિષ્ણાત તબીબો પણ સેવા કાર્યમાં સામેલ : ગણતરીના દિવસો બાકી હોવા છતાં ગાંધીનગર રથયાત્રા અંગે પતાં ખોલતું નથી, બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા વિજયભાઈ, નીતિનભાઈને સોનાની સાવરણીથી રથ સાફ અર્થાત પહિંદ વિધિ કરી રથયાત્રાનો મંગલ પ્રારંભ કરાવવા નિમંત્રણ.. access_time 12:02 pm IST