Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મમતા બૅનર્જીએ ચૂંટણી વચન નિભાવ્યું :52 વર્ષ બાદ બંગાળમાં થશે વિધાન સભા પરિષદનું નિર્માણ : ગૃહમાં પ્રસ્તાવ પાસ

દેશમાં માત્ર 6 રાજ્યોમાં વિધાન સભા પરિષદ: બંગાળમાં 17 વર્ષ સુધી હતી વિધાન પરિષદ : પ્રસ્તાવના પક્ષમાં 196 વોટ અને વિરોધમાં 69 વોટ આવ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના ચૂંટણીમાં કરેલ વાયદા પર મોહર લગાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં વિધાન પરિષદની રચના કરવા માટેના પ્રસ્તાવને પસાર કરી દીધો છે. બંગાળ વિધાનસભામાં વિધાન પરિષદના નિર્માણ માટે સદનમાં રજૂ કરેલ પ્રસ્તાવના પક્ષમાં 196 સદસ્યોના વોટ આવ્યા અને તેના વિરોધમાં 69 વોટ આવ્યા. આ વોટિંગ દરમ્યાન સભામાં 265 સભ્યો હાજર હતા

  મમતા બેનર્જીની સરકારની તરફથી વિધાનસભામાં વિધાન પરિષદ બનાવવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. પણ હવે આ પ્રસ્તાવ સાંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં બહુમતથી પસાર કરવો પડશે અને ત્યારપછી રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે. મમતા બેનર્જીએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે જે પ્રતિષ્ઠિત લોકો અને વરિષ્ઠ નેતાઓને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં નથી આવી, તેવા નેતાઓને વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવશે.

  દેશમાં માત્ર 6 રાજ્યોમાં વિધાન સભા પરિષદ છે. જેમાં બિહાર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, અને કર્ણાટક પણ સામેલ છે. બંગાળમાં 294 વિધાનસભાની સીટ છે. હવે વિધાનસભા પરિષદમાં સભ્યોની સંખ્યા વિધાનસભાના સભ્યો કરતાં વધુ ન હોઈ શકે, તેથી બંગાળમાં વિધાન સભા પરિષદમાં 98 સભ્યો સામેલ કરવામાં આવશે. 1952માં વિધાન સભા પરિષદનું ગઠન કરવામાં આવ્યું હતું, જે 1969 સુધી રહ્યું. પણ બીજા સંયુકત મોરચાની સરકારે એક પ્રસ્તાવ પસાર કરીને ઉચ્ચ સદનને અટકાવી દીધું હતું

(8:51 pm IST)