Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અફઘાનમાંથી ભારતીયોને બહાર કાઢવા કેન્દ્રની તૈયારી

અફઘાનિસ્તાનથી અમેરિકાનું સૈન્ય પરત ફરી રહ્યું છે : તાલિબાન લડવૈયાઓએ અનેક જિલ્લાઓ કબજે કર્યા, ભારત સહિત ઘણા દેશો અફઘાનની પરિસ્થિતિથી ચિંતિત

નવી દિલ્હી, તા. ૬ : અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય સ્વદેશ પરત ફરી રહ્યું  છે ત્યારે તાલિબાન આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાનના અનેક જિલ્લાઓ કબજે કર્યા છે. ભારત સહિત ઘણા દેશો અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત છે. ભારતીય નાગરિકો અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં રહે છે. ભારત સરકારે તેમની સલામતીને લઈને મોટો નિર્ણય લીધો છે. મિડિયા રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને, ભારત તેના અધિકારીઓ અને નાગરિકોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનના કાબુલ, કંદહાર અને મઝાર-એ-શરીફ શહેરોમાં રહેતા આપણા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને બહાર કાઢવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.

અફઘાનિસ્તાનનાં શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિને જોતા, ઘણા દેશો દૂતાવાસો અને કોન્સ્યુલેટ ચલાવવામાં અસમર્થ બની રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે તાલિબાનના હુમલાના ડરથી અફઘાન અધિકારીઓએ જ તેમની સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી ભાગવાનું શરૂ કર્યું છે.

(8:48 pm IST)