Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ક્રૂડના ભાવ વધતાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો થશે

સાઉદી અરેબિયા-યુએઈ વચ્ચે આઉટપુટ ડીલનો વિવાદ : ચૂંટણીના મહિના માર્ચ અને એપ્રિલને બાદ કરતા છેલ્લા ૩૬ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૯.૫૪નો ભાવ વધ્યો છે

દુબઈ, તા. : ડીઝલ-પેટ્રોલના આભને આંબતા ભાવમાં કોઈ રાહત મળશે તેવું દેખાઈ રહ્યું નથી. તેમાં ઉપરથી સૌથી ખરાબ સમાચાર છે કે તેના ભાવો આવતા દિવસોમાં હજુ વધતા જોવા મળી શકે છે. તેનું કારણ ક્રૂડ ઓઇલના વધેલા ભાવ હશે. સાઉદી અરેબિયા અને યુએઈમાં આઉટપુટ ડીલને કારણે વિવાદ સર્જાયો છે જેથી ક્રૂડ ઓઇલ ઉત્પાદનના ભાવમાં વધારો થશે. તેની અસર તેલના ભાવ પર સોમવારે જોવા મળી હતી. સોમવારે પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ ૯૯..૮૬ રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૯.૩૬ રૂપિયા છે.

સાઉદી અરેબિયાએ હાલની ડીલને ૨૦૨૨ સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે યુએઈ તેનો વિરોધ કરી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) રવિવારે તેલ નિકાસ કરનારા દેશોના જૂથ ઓપેક અને સાથી ઉત્પાદક દેશોની તેલ ઉત્પાદનમાં ઘટાડા અંગે વૈશ્વિક કરારને વધુ સમય માટે આગળ વધારવા માટેની યોજનાઓનો વિરોધ કર્યો હતો. યુએઈના ઊર્જા મંત્રાલયે તેના ઉત્પાદન ક્વોટામાં વધારો કર્યા વિના કરારને ૨૦૨૨ ની પૂર્ણ હદ સુધી વધારવાના પ્રસ્તાવને 'યુએઈ સાથે અન્યાયી' ગણાવ્યો છે.

ગ્રુપના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંથી એક યુએઈ તેના સાથી અને મહત્ત્વના ઓપેક સભ્ય સાઉદી અરેબિયા સાથે સ્પર્ધાનું નિર્માણ કરતાં પોતાનું ઉત્પાદન વધારવાનો વિચાર કરી રહ્યો છે. ઓપેક ગ્રુપના ક્રુડ ઓઇલ નિર્માણ પર આકરી મર્યાદા લાદવામાં સાઉદી અરબે મહત્વનું કાર્ય રહ્યું છે. યુએઈએ જણાવ્યું હતું કે તે ઉનાળા દરમિયાન ઉત્પાદન વધારવાની યોજનાની તરફેણમાં છે અને માને છે કે બજાર માટે વધુ ઉત્પાદનની અત્યંત આવશ્યકતા છે. ગયા વર્ષે કોવિડ -૧૯ ને કારણે તેલના વૈશ્વિક ભાવોમાં ઘટાડા સાથે  માંગ પણ ઓછી થઈ હતી. સંતુલન માટે તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન ઘટાડવાનો કરાર કર્યો હતો.

વિશ્વના ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના અગ્રણી સંગઠન ઓપેક પ્લસ (ઓપેક  ) ની બેઠકમાં કેટલાક નક્કર નિર્ણય લઈ શકાયા નથી. ઓગસ્ટ-ઓક્ટોબર ક્વાર્ટર દરમિયાન ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વધારો કરવા અંગે કોઈ સર્વસંમતિ સાધી શકાઈ નથી. એટલું નહીં, સંગઠનની આગામી બેઠક ક્યારે મળશે તે પણ જાહેર કરવામાં આવ્યું નથી. આને કારણે ક્રૂડ ઓઇલ માર્કેટમાં નકારાત્મક સંદેશ ગયો હતો અને ગઈકાલે ફરી કોમોડિટીમાં જોરદાર તેજી જોવા મળી હતી. ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં ઇં૭૭ બેરલની આસપાસ ફરી રહ્યા છે. જે ૨૦૧૮ પછીનું ઉચ્ચતમ સ્તર છે. કેટલીક ઇન્વેસ્ટમેંટ બેંકોએ અંદાજ લગાવ્યો છે કે તેલની કિંમતો બેરલના ઇં ૮૦ સુધી પહોંચવાનો અંદાજ છે.

ક્રૂડતેલના વધતા ભાવને કારણે હાલમાં કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને વટાવી ગઈ છે. ડીઝલના ભાવ પણ તેમની સર્વાધિક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ગયા વર્ષે, જ્યારે કોરોનાને કારણે તેલના ભાવમાં ઘટાડો થયો હતો, ત્યારે સરકારે માર્ચથી મે સુધી તેલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. પેટ્રોલ પર એક્સાઇઝમાં ૧૩ રૂપિયા અને ડીઝલ પર ૧૬ રૂપિયાનો વધારો કરાયો હતો. પછી, પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૩૨.૯૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ૨૮.૩૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અલબત્ત, સરકાર વેરા દ્વારા ખૂબ કમાણી કરી રહી છે, પરંતુ સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એવું જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મહત્વપૂર્ણ ચૂંટણી હોય છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતો નથી. ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાને લીધે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. તેથી તે દરમિયાન ક્રૂડ તેલ મોંઘું થયા પછી પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. પરંતુ મેથી તેના ભાવમાં ઘણો વધારો થયો છે. ૩૬ દિવસમાં પેટ્રોલ લીટર દીઠ રૂ. .૫૪ મોંઘું થઈ ગયું છે.

ચૂંટણી પંચે ૨૬ ફેબ્રુઆરીએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. પછી સરકારી તેલ કંપનીઓએ છેલ્લે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ડીઝલની કિંમતમાં લિટર દીઠ ૧૭ પૈસા વધારો કર્યો હતો. જે બાદ બે મહિનાથી વધુ સમય સુધી તેની કિંમતમાં કોઈ વધારો થયો નહોતો. ચૂંટણી પછી મેથી તે થોડ થોડા દિવસે ડીઝલમાં ભાવ વધવા લાગ્યા. સામાન્ય રીતે જોવા મળે છે કે જે દિવસે પેટ્રોલની કિંમત વધે છે, તે દિવસે ડીઝલની કિંમતમાં પણ વધારો થાય છે. પરંતુ શુક્રવાર જુલાઈ ૨૦૨૧ ના રોજ ફક્ત પેટ્રોલની કિંમતોમાં વધારો થયો હતો. ડીઝલના ભાવમાં વધારો થયો હતો. તેવી રીતે આજે પણ માત્ર પેટ્રોલના ભાવમાં વધારો થયો જ્યારે ડીઝલ સ્થિર રહ્યું છે. રીતે ડીઝલના ભાવમાં ૩૪ દિવસનો વધારો થયો છે અને તે .૫૭ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે.

(7:20 pm IST)