Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

વરસાદ ખેંચાતા દેશના ઉત્તરના રાજ્યોમાં હીટવેવ

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી થઈ હતી : યુપી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ભારે ગરમીનો અનુભવ

નવી દિલ્હી, તા. : વર્ષે ચોમાસુ નોર્મલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી પણ અત્યારે તો ચોમાસાના આગમાનમાં વિલંબ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ લાખો લોકો હીટ વેવનો દેશમાં સામનો કરી રહ્યા છે. વર્ષે જુલાઈ મહિનામાં ગયા વર્ષ કરતા પણ વધારે ગરમી પડી રહી છે. દેશના ઉત્તરના રાજ્યો ચોમાસામાં વિલંબના કારણે ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ૧૩ જૂને હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનુ આગમન થયુ હતુ પણ પછી ચોમાસુ આગળ વધી રહ્યુ નથી. જેના કારણે યુપી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ભારે ગરમી પડી રહી છે. ગુજરાતમાં પણ વરસાદના આગમનમાં થઈ રહેલો વિલંબ ચિંતા જનક છે.

યુપીના ફતેગઢમાં ૪૨. ડિગ્રી, ગુરૂગ્રામમાં ૪૧. ડિગ્રી, રાજસ્થાનના ગંગાનગરમાં ૪૧. ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

હરિયાણાના સિરસામાં પણ ૪૧. ડિગ્રી, રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ૪૧. ડિગ્રી, પંજાબના બઠિંડામાં ૪૦ ડિગ્રી, દિલ્હીમાં ૩૯. ડિગ્રી ટેમ્પરેચર રહ્યુ છે.

(7:18 pm IST)