Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રશિયાનું પેસેન્જર વિમાન દરિયામાં ક્રેશ થવાની આશંકા

28 મુસાફરો સાથેની ફ્લાઇટ AN-36ના કામચટકા ટાપુમાં ગાયબ : એર ટ્રાફિક કંટ્રોલથી સંપર્ક તૂટી ગયો: 28 લોકોમાં ચાલક દળના છ સભ્ય સામેલ: 22 મુસાફરમાં એક અથવા બે બાળક પણ હતા.

મોસ્કો: રશિયાનું એક પેસેન્જર વિમાન દરિયામાં ક્રેશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં 28 મુસાફર સવાર હતા. ફ્લાઇટ AN-36ના પહેલા ગાયબ થવાના સમાચાર આવ્યા હતા. મંગળવારે ક્ષેત્રીય અધિકારીઓના હવાલાથી કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે કામચટકા ટાપુમાં વિમાન ગાયબ થઇ ગયુ છે. એએન-26 વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલથી સંપર્ક તૂટી ગયો હતો જે બાદ તેને ટ્રેસ કરી શકાયો નથી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, વિમાન દરિયામાં ક્રેશ થઇ ગયુ છે. અધિકારીઓએ વિમાનમાં સવાર તમામ મુસાફરના માર્યા ગયાની આશંકા વ્યક્ત કરી છે, અત્યારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

આ પહેલા રોયટર્સે ઇન્ટરફેક્સ અને આરઆઇએ નોવોસ્તી એજન્સીઓએ ઇમરજન્સી સ્થિતિના મંત્રાલયનો હવાલો આપતા જણાવ્યુ કે વિમાન કામચટકા ટાપુમાં પેટ્રોપાવલોવ્સ્ક-કામચત્સ્કીથી પલાના માટે ઉડાન ઉરી રહ્યુ હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. બીજી તરફ ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યુ કે જહાજમાં સવાર 28 લોકોમાં ચાલક દળના છ સભ્ય સામેલ હતા અને 22 મુસાફરમાં એક અથવા બે બાળક પણ હતા.

વિમાન કેવી રીતે અને ક્યા દૂર્ઘટનાગ્રસ્ત થયુ, તેને લઇને અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. એક સુત્રએ ટીએએસએસને જણાવ્યુ કે વિમાન દરિયામાં દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ છે. બીજી ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સે જણાવ્યુ કે વિમાનનો કાટમાળ પલાના શહેર નજીક એક કોલસાની ખાણ પાસે પડ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા બે હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. રેસક્યૂ ટીમ પણ તૈયાર છે. મંત્રાલયે કહ્યુ કે એન્ટોનોવ કંપનીએ 1969-1986 વચ્ચે આવા નાના સેન્ય અને નાગરિક વિમાન તૈયાર કર્યા હતા.

ઇન્ટરફેક્સ સમાચાર એજન્સીએ સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રના હવાલાથી જણાવ્યુ કે વિસ્તારમાં વાદળ છવાયેલા છે. એવામાં બની શકે કે ખરાબ હવામાનને કારણે વિમાન ક્રેશ થઇ ગયુ હોય.

તાજેતરની વિમાન દૂર્ઘટનાને જોતા રશિયાએ પોતાના સુરક્ષા માનકોમાં સુધાર કર્યો છે. સોવિયત યુગના સેન્ય વિમાનોનો ઉપયોગ હજુ પણ ઘરેલુ વિમાનના રૂપમાં કરવામાં આવી રહ્યો છે. રશિયામાં મોટી વિમાન દૂર્ઘટના 2019માં બની હતી. ફ્લેગ કેરિયર એરલાઇન એઅરોફ્લોત સાથે સબંધિત એક સુખોઇ સુપરજેટ દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતું. જેનાથી મોસ્કો એરપોર્ટના રન વે પર આગ લાગી ગઇ હતી. દૂર્ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા.

(6:19 pm IST)