Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સિંધિયા - અનુપ્રિયા અને નારાયણ રાણેને દિલ્હીનું તેડુ

મોદી સરકાર ૨.૦માં નવા ચહેરાની થશે એન્ટ્રી !

નવી દિલ્હી તા. : કેબિનેટ વિસ્તરણમાં મુખ્ય ફોકસ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પર કરવામાં આવી શકે છે. અહીંના નેતાઓને મંત્રી પદ મળી શકે છે. કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થનારા જયોતિરાદિત્ય સિંધિયાને મોદી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. મંગળવારના જયોતિરાદિત્ય સિંધિયાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તો મહારાષ્ટ્રમાં પાર્ટીના વરિષ્ઠ નેતા નારાયણ રાણેને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે નારાયણ રાણેની પાસે પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઓફિસથી ફોન ગયો છે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. મોદી કેબિનેટમાં નવા નામોમાં વરૂણ ગાંધીનું નામ પણ ચર્ચામાં છે.

મનમોહન સિંહ સરકારમાં રેલવે મંત્રી રહેલા દિનેશ ત્રિવેદીને પણ મોદી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. ઓરિસ્સાથી બેજયંત પાંડાને પણ કેન્દ્રમાં મોકલવામાં આવી શકે છે. દિવંગત ગોપીનાથ મુંડેની દીકરી અને બીડ (મહારાષ્ટ્ર)થી સાંસદ પ્રીતમ મુંડેને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. દિલ્હીથી મીનાક્ષી લેખીને મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશથી કૈલાશ વિજયવર્ગીય, રાજયસભાના સાંસદ અનિલ જૈન, ચૂરૂથી રાજસ્થાનના સૌથી યુવા સાંસદ રાહુલ કસ્વાં, કર્ણાટકથી રાજયસભા સાંસદ રાજીવ ચંદ્રશેખર અને સંસદમાં પોતાના ભાષણથી જાણીતા થયેલા લદ્દાખના સાંસદ જામયાંગ ત્સેરિંગે નામગ્યાલનું નામ પણ ચર્ચામાં છે.

(3:32 pm IST)