Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

બિહારમાં સત્યનારાયણની પૂજા બાદ પ્રસાદ ખાતા ૮૦ લોકોની તબિયત બગડી : ૧૫ની સ્થિતિ વધારે ખરાબ

નવી દિલ્હી તા. : બિહારના મુંગેરમાં ખરાબ થયેલો પ્રસાદ ખાવાને લીધે એક ગામના ૮૦ લોકો બિમાર પડ્યા છે. મામલો જિલ્લાના ધરહરા પ્રખંડના ઘોર નકસલ પ્રભાવિત કોઠવા ગામનો છે. અહીં લોકો સત્યનારાયણ ભગવાનની પૂજામાં સમ્મલિત થયા હતા. પૂજા બાદ લોકોની વચ્ચે પ્રસાદનું વિતરણ થયુ અને જેને ખાતા લોકોની તબિયત ખરાબ થઈ ગઈ અને જો તો જોતામાં ૮૦ ગ્રામજનોની તબિયત ખરાબ થઈ ગઈ. તમામ ગ્રામીણોને ઉલ્ટી તથા પેટના દુઃખાવાની સમસ્યા આવી હતી.

મામલાની જાણકારી મળતા સ્વાસ્થ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સારવારમાં જોડાઈ હતી. મનાઈ રહ્યું છે કે ધરહરા પ્રખંડ સ્થિત કોઠવા ગામ વાસી મહેશ કોડાના ઘરે ભગવાન સત્યનારાયણ ભગવાનની પૂજા હતી. આકાર્યક્રમમાં સૈંકડોની સંખ્યામાં દલિત, મહાદલિત અને આદિવાસી સમુદાયના લોકો સામેલ થયા હતા. પૂજાની સમાપ્તિ બાદ તમામને પ્રસાદ આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાતા તમામને પેટમાં દુઃખાવો શરૂ થયો. જોઈ ગામવાસીઓએ ડોકટરને બોલાવ્યા હતા. પરંતુ કેટલાક ગ્રામજનોની સ્થિતિ વધુ ખરાબ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મામલાની સૂચના મળતા જ લડૈયાતાડ પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલીક ધરહરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના ડોકટરોની ટીમને લઈને કોઠવા ગામ પહોંચ્યા અને તમામની સારવાર શરુ કરી. પ્રસાદ ખાઈને ૧૫ લોકોની સ્થિતિ વધારે ખરાબ થઈ જવાના કારણે તમામને એમ્બ્યૂલન્સથી ધરહરા સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની સ્થિતિ હવે સ્થિર છે.

(3:32 pm IST)