Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ખેડૂત આંદોલનના કારણે નેશનલ હાઇવે-૪૪ ઉપર ૫૦ ટોલ પ્લાઝા બંધ : સરકારને ૮ મહિનામાં ૨ હજાર કરોડનું નુકસાન

નવી દિલ્હી તા. : ખેડૂત આંદોલનના કારણે નેશનલ હાઇવે-૪૪ ઉપર લગભગ ૩૦૦ રૂપિયાનો ટેકસ મહિનાથી લેવામાં આવી રહ્યો નથી. જેના કારણે સરકારને ૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સરકારના એક અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પંજાબ અને હરિયાણામાં લગભગ મહિનાથી ૫૦ ટોલ પ્લાઝા બંધ છે. અધિકારીના જણાવ્યા અનુસાર લગભગ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. વખતે ટોલ પ્લાઝા લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યા છે.

પાણીપત ટોલ પ્લાઝા પર ખેડૂત આંદોલનનો હિસ્સો બનેલા સતનામ સિંહ કહે છે કે અમે લોકોને નુકસાન કરતા નથી, લોકો ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે. તેઓના રૂપિયા બચે છે અને તેઓ અમારો આભાર માને છે. જયારે ઇંધણ ૧૦૦ રૂપિયાથી પણ વધી ચૂકયું છે ત્યારે સમાજની કોઈ ફરિયાદ નથી. અમે તો સરકારને નુકસાન કરી રહ્યા છીએ જે મહિનાથી અમારી માંગ સ્વીકારી રહ્યા નથી.

ગયા માર્ચ મહિનામાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે ૧૬ માર્ચ સુધી પંજાબમાં ૪૨૭ કરોડ અને હરિયાણામાં ૩૨૬ કરોડનું નુકસાન થયું હતું. ૨ જુલાઈએ નેશનલ હાઈવે ઓથોરિટીએ કહ્યું છે કે ટોલ પ્લાઝા ઓપરેટર પોતાના નુકસાન માટે કલેમ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આંદોલનના કારણે ટોલ પ્લાઝા બંધ છે અને તેમનો કોન્ટ્રાકટ તેટલા દિવસો સુધી વધારી દેવાયો છે.

(3:31 pm IST)