Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

નણંદ અને ભાણી યુવક બની કરતી હતી ચેટિંગઃ પોલીસે પુછપરછ માટે બોલાવતા કરી આત્મહત્યા

સોશ્યિલ મીડિયા પરનો પ્રેમ પડયો ભારેઃ ૩ ને જીવ ગુમાવવાનો વારો આવ્યો

કોલ્લમ (કેરળ) તા ૬: હાલમાં સોશ્યિલ મીડિયા પર પ્રેમ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ પ્રેમ જીવલેણ પણ સાબિત થઇ શકે છે આવી   એક ઘટના કેરળમાં જોવા મળી છેકેરળમાં પ્રેમ કરનાર બે યુવતીએ આપઘાત કરી લીધો છે. અને તેના મજાકના કારણે એક નવજાતે પણ જીવ ગુમાવ્યો છે.

કેરળના કોલ્લમ જિલ્લામાં કલ્લુવથુંકકલ નિવાસી પરિણીત રેશ્માને ફેસબુકમાં આનંદ નામના વ્યકિત જોડે પ્રેમ થઇ ગયો. રેશ્માનો પતિ વિષ્ણુ વિદેશમાં રહેતો હતો. અને તેને કોઈ વાતની ખબર પણ નહોતી. અને રેશ્માએ પરિવારમાં કોઈને જાણ નહોતી કરી કે તે ગર્ભવતી છેઆનંદે રેશ્માને કહ્યું હતું કે તે બીજા કોઈના બાળક સાથે રેશ્માને સ્વીકારી શકશે નહિ. કારણે જાન્યુઆરી માસમાં રેશ્માએ નવજાતને ઝાડીઓમાં ફેંકી દીધું હતું.

મૃત નવજાત મળતા પોલીસ દ્વારા ગામની કેટલીક મહિલાઓના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ડીએનએ ટેસ્ટ સમયે જાણવા મળ્યું કેમૃત નવજાતની માં રેશ્મા છે. રેશ્માની પૂછતાછ દરમિયાન તેણીએ ફેસબૂકના પ્રેમી વિષે જણાવ્યું હતું. અને કહ્યું કે તેણી  તેને કદી મળી નથી. સમયે પોલીસે રેશ્માની નણંદ  ગ્રીષ્માં અને  ભાણજી આર્યાને  પણ પૂછપરછ કરવા બોલાવતા બંનેએ  પોલીસના ડરથી નદીમાં કૂદી આત્મ હત્યા કરી લીધી હતી.

બાદમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,  ગ્રીષ્માંના મિત્ર પાસેથી જાણવા મળ્યું કે, આર્યા અને ગ્રીષ્માએ  ફેસબૂક પર આનંદ નામના યુવકથી ખોટું એકાઉન્ટ બનાવ્યું હતું. અને તે તેમાંથી રેશ્મા જોડે ચેટિંગ કરતી હતી. જાણવા મળી છે કે આર્યાએ આત્મહત્યા કરતા પહેલા તેમના સાસુને સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

(3:30 pm IST)