Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

તેલંગાણાએ બનાવ્યો નવો વિશ્વવિક્રમઃ ૧ કલાકમાં વાવ્યા ૧૦ લાખ વૃક્ષો

તુર્કીએ વર્ષ ૨૦૧૯માં એક મોટા અભિયાનના ભાગરૂપે એક કલાકમાં ૩.૦૩ લાખ વૃક્ષો લગાવી રેકોર્ડ બનાવેલ

નવી દિલ્હી, તા. :  ગ્રીન ઇન્ડિયનના ચેલેન્જના તાજેતરમાં ચાર વર્ષ પૂરા થયા છે. ત્યારે તેલંગાણાના આદિલાબાદ જિલ્લાએ એક કલાકમાં ૧૦ લાખ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વૃક્ષારોપણનું અવલોકન કરી વંડર બુક ઑફ રેકોર્ડ્સે સહ કાર્યકર્તાઓની સરાહના કરી અને આયોજકોને પ્રશંસા પ્રમાણપત્ર પણ એનાયત કર્યુ હતું. અવસર પર સ્થાનિક ધારાસભ્ય જોગૂ રમન્નાએ પોતાનો ૫૮મો જન્મદિવસ ઉજવ્યો અને રિમ્સ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ પ્રદાન કરી હતી.૨૦૦ એકરમાં ફેલાયેલ જર્જર જંગલમાં મિયાવાકી મોડલ અંતર્ગત લગભગ લાખ વૃક્ષો લગાવવામાં આવ્યા હતા. આયોજન દરમિયાન જમીનને ૧૦ ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો, તેલંગણાના વન અને પર્યાવરણ મંત્રી . ઇન્દ્રા કરણ રેડ્ડી સહિત ૩૦ હજારથી વધુ ટીઆરએસ સદસ્યોએ ભાગ લીધો હતો.

૬૦ મિનિટના સમયમાં આદિલાબાદના ગ્રામીણ બેલા મંડળમાં લાખ છોડ, શહેરી ક્ષેત્રમાં ૪૫ ઘરમાં ,૮૦,૦૦૦ છોડ લગાવવામાં આવ્યા હતા. એએનઆઇના જણાવ્યા અનુસાર સ્વયંસેવકોએ આર એન્ડ બી રોડ પર ,૨૦,૦૦૦ છોડ લગાવ્યા હતા. આયોજકોએ અંગે જણાવ્યું કે, તમામ કાર્યક્રમો માપદંડ અનુસાર વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યા છે અને તેને ટોપ પર લાવવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવશે.

આ પહેલા તુર્કીએ વર્ષ ૨૦૧૯માં એક મોટા અભિયાનના ભાગરૂપે એક કલાકમાં ૩.૦૩ લાખ વૃક્ષો લગાવી રેકોર્ડ તોડ્યો હતો, જેનો ઉદ્દેશ્ય કૃષિમાં યોગદાન આપવાનો હતો. જેથી આવનારી પેઢી માટે એક લીલાછમ વિસ્તારો સ્થાપિત કરી શકાય. તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તુર્કીમાં એક સાથે કુલ ૧૧ મિલિયન વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને બ્રીધ ઇન્ટુ ધ ફ્યુચર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ૧૧ મિલિયન લક્ષ્યની સામે અભિયાન અંતર્ગત ૧૪ મિલિયન વૃક્ષો રોપવામાં આવ્યા, જેમાં તુર્કીના સૌથી મોટા શહેરમાં ૨૧૨,૦૦૦ અને રાજધાની અંકારામાં લગભગ ૩૪૦,૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

(3:29 pm IST)